Karnataka Elections 2023: કર્ણાટકમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી છે. કર્ણાટક વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને સત્તારૂઢ ભાજપે પોતાના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. સ્ટાર પ્રચારકોની યાદીમાં પીએમ નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, યુપીના સીએમ યોગી આદિત્યનાથ, કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની સહિત 40 લોકોના નામ સામેલ છે. 26 અને 30 એપ્રિલ સિવાય સીએમ યોગી આદિત્યનાથ 6 મેના રોજ કર્ણાટકમાં રેલીની તૈયારી કરી રહ્યા છે.