Karnataka Election 2023 : કર્ણાટકના કોલારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​કોંગ્રેસ પર જોરદાર નિશાન સાધ્યું છે. આ સાથે જ પીએમ મોદીએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે (PM મોદીએ મલ્લિકાર્જુન ખડગે પર પ્રહાર)ની વાંધાજનક ટિપ્પણી પર પણ પલટવાર કર્યો હતો. મલ્લિકાર્જુન ખડગેએ પીએમ મોદીને ઝેરીલા સાપ કહ્યાં હતાં જેને લઈને ભારે વિવાદ થયો હતો.


સાપના નિવેદન પર પલટવાર કર્યો


કર્ણાટકના કોલારમાં જનસભાને સંબોધતા પીએમ મોદીએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના સાપના નિવેદન પર પ્રહારો કર્યા હતા. પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસ એ જૂનું એન્જિન છે જે હંમેશા વિકાસને અવરોધે છે. કોંગ્રેસ મારી સરખામણી સાપ સાથે કરી રહી છે, પરંતુ તે નથી જાણતી કે, ભગવાન શિવના ગળામાં રહેલો સાપ તેની સુંદરતા છે. મારા માટે દેશના લોકો ભગવાન શિવ સમાન છે.


કોંગ્રેસ જૂનું એન્જિન 


કોંગ્રેસ પર નિશાન સાધતા પીએમએ કહ્યું કે જૂના એન્જિનની જેમ કોંગ્રેસ પણ હંમેશા વિકાસને અવરોધે છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ પાર્ટી ગમે તે કરે, કર્ણાટકની જનતા તેના ખોટા વચનોમાં ફસાશે નહીં.


કોંગ્રેસ-જેડીએસ માટે કર્ણાટક માત્ર એટીએમ


પીએમએ કહ્યું હતું કે, જ્યારે કોંગ્રેસ-જેડીએસની સરકારો હોય છે ત્યારે માત્ર અમુક ખાસ પરિવારો જ ખીલે છે, પરંતુ ભાજપ માટે આ દેશમાં દરેક પરિવાર ભાજપનો પોતાનો પરિવાર છે. પીએમએ કહ્યું કે બંને પક્ષો માટે કર્ણાટક માત્ર એક ATM છે, જ્યારે ભાજપ માટે કર્ણાટક દેશના વિકાસનું સૌથી મહત્વનું ગ્રોથ એન્જિન છે.


કર્ણાટક અસ્થિર સરકારોથી બચ્યું


કોંગ્રેસ અને જેડીએસને ભ્રષ્ટાચારના પક્ષો ગણાવતા પીએમએ કહ્યું હતું કે, કર્ણાટકમાં લાંબા સમયથી અસ્થિર સરકારોનું નાટક જોવા મળે છે. અસ્થિર સરકારો માત્ર લૂંટ કરવા માટે લડતી હોય છે, વિકાસ માટે નહીં. પીએમે એમ પણ કહ્યું હતું કે, આ અસ્થિરતા માટે કોંગ્રેસ અને જેડીએસ સૌથી મોટા જવાબદાર છે.


પીએમએ આકરા પ્રહાર યથાવત રાખતા કહ્યું હતું કે, કોંગ્રેસ અને જેડીએસ દેખાવ માટે બે પાર્ટીઓ છે, પરંતુ દિલથી તો એક જ છે. આ બંને પક્ષો વંશવાદી છે અને ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપે છે. તેઓ બંને અસ્થિરતામાં તક જુએ છે.


Karnataka Election : કર્ણાટક ફતેહ કરવા ભાજપે ઘડ્યો ગેમ પ્લાન, મોદી-શાહ કરશે કમાલ?


Karnataka Elections 2023: કર્ણાટકમાં થોડા દિવસો બાદ વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. ભાજપ સત્તામાં પાછા ફરવા માટે તમામ પ્રયાસો કરી રહ્યું છે જેના માટે મેગા પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. છેલ્લા 2 મહિનામાં પીએમ નરેન્દ્ર મોદીએ 8 વખત કર્ણાટકની મુલાકાત લીધી છે, જેમાં ઘણી પરિયોજનાઓનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે. ABP CVoterના ઓપિનિયન પોલ મુજબ ભાજપ જીતે તેવી શક્યતા નથી. જેથી કરીને પીએમ મોદીના ચહેરાને આગળ વધારવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ખુદ ભાજપની આ યોજના પર નજર રાખી રહ્યા છે. પીએમ મોદીને સમર્થન આપવા માટે અમિત શાહ, સીએમ યોગી આદિત્યનાથ, કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની, સીએમ હિમંતા બિસ્વા સરમા અને બીએસ યેદિયુરપ્પા માટે વધુને વધુ રેલીઓ અને રોડ શોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.