Karnataka Election Result 2023: કર્ણાટક ચૂંટણીના વલણ આવવા લાગ્યા છે. આવી સ્થિતિમાં ચૂંટણીની મતગણતરી દરમિયાન કોંગ્રેસના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી એક ટ્વીટ કરવામાં આવ્યું છે, જેમાં રાહુલ ગાંધી કોંગ્રેસના નેતાઓ સાથે જોવા મળે છે. આ ટ્વીટ પર કેપ્શન આપવામાં આવ્યું હતું કે, I'm invincible, I'm so confident, Yeah, I'm unstoppable today. અત્યાર સુધીમાં સામે આવેલા વલણો મુજબ કોંગ્રેસને 112 બેઠકો મળી રહી છે જ્યારે ભાજપને 92 બેઠકો મળતી જોવા મળે છે.


 






કોંગ્રેસને જીતનો વિશ્વાસ


કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને સંપૂર્ણ બહુમતી મળવાની આશા છે. પાર્ટીનું કહેવું છે કે સરકાર બનાવવા માટે કોઈના સમર્થનની જરૂર રહેશે નહીં. આમ છતાં પાર્ટી પ્લાન-બીની તૈયારીમાં વ્યસ્ત છે. જેથી જરૂર પડ્યે તેનો અમલ કરી શકાય. પાર્ટીના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની અધ્યક્ષતામાં બેંગલુરુમાં રાજ્યના તમામ વરિષ્ઠ કોંગ્રેસના નેતાઓની બેઠક યોજાઈ હતી. બેઠકમાં દરેક વિધાનસભા બેઠક પરથી મળેલ પ્રતિસાદ અને ભાવિ વ્યૂહરચના અંગે ચર્ચા કરવામાં આવી હતી. બેઠક બાદ તમામ નેતાઓ જીતને લઈને આત્મવિશ્વાસ ધરાવતા દેખાતા હતા.


કોંગ્રેસને જીતનો પૂરેપૂરો વિશ્વાસ 


કોંગ્રેસના મહાસચિવ અને પ્રદેશ પ્રભારી રણદીપ સુરજેવાલાએ કહ્યું કે ભાજપે કર્ણાટકમાં પોતાની હાર સ્વીકારી લીધી છે. ચૂંટણી પરિણામો બાદ પાર્ટી સરકાર બનાવશે અને અમે કર્ણાટકની જનતાની સેવા કરીશું. આ દાવા છતાં પાર્ટી પ્લાન બી પર પણ કામ કરી રહી છે. પાર્ટીના એક વરિષ્ઠ નેતાના જણાવ્યા અનુસાર, અમને ખાતરી છે કે ચૂંટણી પરિણામો જાહેર થયા પછી કોઈના સમર્થનની જરૂર પડશે નહીં. આમ છતાં સાવચેતીના ભાગરૂપે પાર્ટીએ જેડીએસ સાથે ચર્ચાના વિકલ્પો ખુલ્લા રાખ્યા છે. તે જ સમયે, ઘણા ઉમેદવારો પણ સંપર્કમાં છે.


 



કોંગ્રેસે કર્યો બી પ્લાન તૈયાર 


સૂત્રોનું કહેવું છે કે વર્ષ 2019માં કોંગ્રેસ અને જેડીએસ છોડીને ભાજપમાં જોડાયેલા ધારાસભ્યોના સંપર્કમાં છે. ભાજપે આ વખતે આમાંથી ઘણા ધારાસભ્યોને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. તો બીજી તરફ કોંગ્રેસ અપક્ષો અને નાના પક્ષો સાથે પણ સતત સંપર્કમાં છે.


જો કે જેડીએસનો અલગ જ રાગ 


જેડીએસના પ્રદેશ અધ્યક્ષ સીએમ ઈબ્રાહિમના જણાવ્યા અનુસાર અમે ચૂંટણી પરિણામોની રાહ જોઈ રહ્યા છીએ. પરિણામ જાહેર થયા બાદ અમે નિર્ણય લઈશું. તેમણે પાર્ટીના નેતા તનવીર અહેમદના દાવાઓને ફગાવી દીધા હતા કે જો જરૂર પડશે તો JDS ભાજપને સમર્થન કરશે. કોંગ્રેસ ચૂંટણી પરિણામો પછી તરત જ ધારાસભ્યો તૂટી જવાની સંભાવનાને નકારી રહી છે, પરંતુ કહે છે કે પરિસ્થિતિનું મૂલ્યાંકન કર્યા પછી નિર્ણય લેવામાં આવશે. જો સંપૂર્ણ બહુમતી ન મળે તો ધારાસભ્યોને છત્તીસગઢ અથવા રાજસ્થાનમાં પણ શિફ્ટ કરી શકાય છે.