Karnataka Elections 2023: કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પરિણામનું ચિત્ર સ્પષ્ટ છે અને કોંગ્રેસ રાજ્યમાં પૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવવા જઈ રહી છે. 38 વર્ષનો રિવાજ જાળવીને મતદારોએ ભાજપને મોટો ઝટકો આપ્યો છે.  હવે ભારતીય જનતા પાર્ટી દક્ષિણના કોઈપણ રાજ્યમાં સત્તામાં નથી. કર્ણાટકમાં વર્ષ 1985 બાદ કોઈપણ પક્ષ સતત પાંચ વર્ષથી વધુ સમય સુધી સરકારમાં નથી રહ્યું


કર્ણાટક, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, કેરળ અને તેલંગાણા દક્ષિણ ભારતના 5 મુખ્ય રાજ્યો છે. કર્ણાટકને દક્ષિણનું પ્રવેશદ્વાર માનવામાં આવે છે. આ રાજ્યમાં હાર સાથે ભાજપ માટે દક્ષિણના દરવાજા બંધ થઈ જશે. કર્ણાટક સિવાય દક્ષિણના કોઈપણ રાજ્યમાં ભાજપ સત્તામાં નથી. કર્ણાટક ઉપરાંત, તેલંગાણા એકમાત્ર એવું રાજ્ય છે જ્યાં ભાજપની થોડી હાજરી છે કારણ કે ત્યાં ભાજપના ચાર સાંસદો છે. આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને કેરળમાં ભાજપની હાજરી નથી.


કર્ણાટકમાં હાર બાદ ભાજપનું ફોકસ ફરી દક્ષિણમાં પ્રવેશ કરવા પર રહેશે. ચૂંટણીમાં જવા માટે આગામી દક્ષિણ ભારતીય રાજ્ય તેલંગાણા છે.   KCRની આગેવાની હેઠળની ભારત રાષ્ટ્ર સમિતિ (BRS) હાલમાં તેલંગાણામાં સત્તામાં છે. ભાજપ અહીં પૂરા જોરશોરથી મુદ્દાઓને ઉઠાવીને મેદાનમાં છે. તેલંગાણામાં આ વર્ષે ડિસેમ્બરમાં ચૂંટણી યોજાવાની છે. 


ભાજપ તેલંગાણામાં કે ચંદ્રશેખર રાવની આગેવાની હેઠળની BRS સામે પડકારરૂપ બનીને ઉભરી આવી છે. તેની અસર કેટલીક વિધાનસભા પેટાચૂંટણીઓમાં પણ જોવા મળી હતી જ્યાં ભાજપનો વિજય થયો હતો. આ ઉપરાંત  2020ની હૈદરાબાદ નગર નિગમ ચૂંટણીમાં ભાજપે જોરદાર પ્રદર્શન કર્યું હતું. આવી સ્થિતિમાં સવાલ એ ઊભો થાય છે કે શું કર્ણાટકમાં હાર બાદ ભાજપ દક્ષિણમાં ફરી પ્રવેશ કરી શકશે ?


<iframe src="https://feeds.abplive.com/testfeeds/opinion_election_2023.html" name="showIframe" width="100%" height="140px"></iframe>


બપોરે 3 વાગ્યા સુધીના આંકડા મુજબ 224 સીટોમાંથી કોંગ્રેસ 1365 સીટો પર આગળ છે. જ્યારે ભાજપ 64 બેઠકો પર આગળ છે. જેડીએસના ખાતામાં 20 સીટો જતી જોવા મળી રહી છે. બીજી તરફ, અન્યોએ ચાર બેઠકો પર આગેકૂચ કરી છે. કોંગ્રેસને 43 ટકાથી વધુ વોટ મળતાં જણાય છે. અને ભાજપને લગભગ 36 ટકા મત મળ્યા છે. જ્યારે 13 ટકા વોટ જેડીએસના ખાતામાં જતા જોવા મળી રહ્યા છે.


2018ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 104 બેઠકો જીતી હતી અને 36.22 ટકા મત મેળવ્યા હતા.  કોંગ્રેસને 78 બેઠકો મળી હતી અને પાર્ટીને 38.04 ટકા મત મળ્યા હતા. જેડીએસને 37 બેઠકો મળી હતી અને તેને 18.36 ટકા મત મળ્યા હતા.