Karnataka Exit Poll: કર્ણાટક વિધાનસભા ચૂંટણી 2023 માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે, અને વિવિધ મીડિયા ગૃહો દ્વારા એક્ઝિટ પોલ શરૂ થઈ ગયા છે. ઓછામાં ઓછા ત્રણ એક્ઝિટ પોલમાં ત્રિશંકુ વિધાનસભાની આગાહી કરવામાં આવી છે અને આ મતદાન અનુસાર કોંગ્રેસ કર્ણાટકમાં સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી શકે છે. આ સિવાય જનતા દળ સેક્યુલર (JDS)ને પણ એટલી બધી સીટો મળવાની આગાહી કરવામાં આવી છે, જેના કારણે તે કિંગમેકર બની શકે છે.  આજે તમામ 224 વિધાનસભા બેઠકો પર મતદાન થયું હતું. લોકોએ મોટી સંખ્યામાં મતદાનમાં ભાગ લીધો અને આગામી સરકારનું ભાવિ ઈવીએમમાં ​​સીલ થઈ ગયું. 13 મેના રોજ મતગણતરી સાથે કર્ણાટકનું ચિત્ર સ્પષ્ટ થશે.


જાણો વિવિધ એક્ઝિટ પોલ્સના રિઝલ્ટ


ABP News-C Voter ના એક્ઝિટ પોલ મુજબ, ભાજપને 93-95 બેઠકોથી સંતોષ માનવો પડી શકે છે, અને કોંગ્રેસ 100-112 બેઠકો જીતી શકે છે. બીજી તરફ, જેડીએસને 21-29 બેઠકો મળી શકે છે, અને અન્ય અને અપક્ષોને 0-6 બેઠકો મળી શકે છે.


News Nation-CGS એક્ઝિટ પોલ અનુસાર, ભારતીય જનતા પાર્ટી (BJP) 114 બેઠકો જીતીને સ્પષ્ટ બહુમતી મેળવી શકે છે. કોંગ્રેસને 86 અને જેડીએસને 21 સીટો મળવાની આશા છે. ત્રણ બેઠકો અન્ય પક્ષો કે અપક્ષોના ખાતામાં જઈ શકે છે.


Republic TV-P MARQ એક્ઝિટ પોલ અનુસાર, કર્ણાટકમાં ત્રિશંકુ વિધાનસભા થઈ શકે છે. અહીં ભાજપને 85-100 બેઠકો મળવાની ધારણા છે, અને કોંગ્રેસ 94-108 બેઠકો જીતી શકે છે. જેડીએસને 24-32 બેઠકો મળી શકે છે, અને અન્યને 2-6 બેઠકો મળી શકે છે.


Suvarna News-Jan Ki Baat એક્ઝિટ પોલમાં ભાજપને 94-117 બેઠકો મળી શકે છે, જ્યારે કોંગ્રેસને 91-106 બેઠકો વચ્ચે જીત મળી શકે છે. જેડીએસને 14-24 બેઠકો મળશે અને અન્યને 0-2 બેઠકો મળી શકે છે.


TV 9 Bharatvarsh-Polstrat એક્ઝિટ પોલ અનુસાર, ભાજપને 88-98 બેઠકો મળી શકે છે, જ્યારે કોંગ્રેસને 99-109 બેઠકો મળી શકે છે, જે બહુમતીથી ઓછી છે. આ એક્ઝિટ પોલમાં જેડીએસને 21-26 બેઠકો મળવાની ધારણા છે, જ્યારે અન્યને 0-4 બેઠકો મળી શકે છે.


Zee News Matrize Agency એક્ઝિટ પોલ અનુસાર, ભાજપ 79-94 બેઠકો જીતી શકે છે, જ્યારે કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી બનવા માટે 103-118 બેઠકો જીતી શકે છે, અથવા બહુમતી પણ મેળવી શકે છે. જેડીએસને 25-33 બેઠકો મળી શકે છે અને અન્ય અને અપક્ષો 2-5 બેઠકો જીતી શકે છે.