બેંગ્લુંરુઃ દેશમાં અમૂક રાજ્યોમાં કોરોનાના કારણે હજુ પણ ભય ફેલાયેલો છે, વધતા કેસોને ઓછા કરવા માટે રાજ્ય સરકાર અસરકારક પગલા ભરી રહી છે. હવે કર્ણાટકની સરકારે રાજ્યમાં નાઇટ કર્ફ્યૂ લગાવવાનો ફેંસલો કર્યો છે.

કર્ણાટકમાં આજથી નાઇટ કર્ફ્યૂ લાગુ થશે, આજથી લાગુ થયેલુ નાઇટ કર્ફ્યૂ આગામી 2 જાન્યુઆરી સુધી લાગુ રહેશે. આ નાઇટ કર્ફ્યૂની સમય મર્યાદા રાત્રે 10 થી સવારે 6 વાગ્યુ સુધીની રહેશે. કોરોનાના નવા સ્ટ્રન મળ્યા બાદ સરકારે બ્રિટન, ડેનમાર્ક અને નેધરલેન્ડથી રાજ્યમાં આવનારા યાત્રીઓ માટે 14 દિવસ ક્વૉરન્ટાઇન રહેવાનુ અનિવાર્ય કરી દીધુ છે.



આ પહેલા યેદિયુરપ્પાએ કહ્યું હતુ કે હજુ રાજ્યમાં નાઇટ કર્ફ્યૂ લગાવવાની કોઇ આવશ્યકતા નથી. અમને ખબર પડી છે કે ચેન્નાઇમાં બ્રિટનથી આવેલા એક વ્યક્તિ સંક્રમિત નીકળ્યો છે. અમે વધારાની સાવધાની રાખવી પડશે. બહારથી આવનારા દરેક વ્યક્તિની એરપોર્ટ પર જ તપાસ કરવામાં આવશે, તમામ આવશ્યક સાવધાનીઓ રાખવામાં આવશે અને કર્ણાટકમાં વાયરસને ફેલાવતો રોકવા માટે સરકાર દ્વારા નજર રાખવામાં આવી રહી છે.