મહારાષ્ટ્ર બાદ આજથી કર્ણાટકમાં લાગ્યું નાઇટ કર્ફ્યૂ, રાત્રે 10 કલાકથી સવારે 6 સુધી રહેશે લાગુ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 23 Dec 2020 02:01 PM (IST)
બહારથી આવનાર દરેક વ્યક્તિની એરપોર્ટ પર તપાસ કરવામાં આવશે.
બેંગલુરુઃ કર્ણાટક સરકારે રાજ્યમાં રાત્રે નાઇટ કર્ફ્યૂ લગાવવાનો નિર્ણય કર્યો છે. કર્ફ્યૂ આજથી 2 જાન્યુઆરી સુધી લાગુ રહેશે. રાત્રે 10 કલાકથી સવારે 6 સુધી કર્ફ્યૂ રહેશે. કોરોનાનો નવો સ્ટ્રેન મળ્યા બાદ સરકારે બ્રિટેન, ડેનમાર્ક અને નેધરલેન્ડથી રાજ્યમાં આવનારા પ્રવાસીઓ માટે 14 દિવસ કોરેન્ટાઈન રહેવાનું ફરજિયાત કર્યું છે. આ પહેલા યેદિયુરપ્પાએ કહ્યું હતું કે, હાલમાં રાજ્યમાં નાઇટ કર્ફ્યુ લગાવવાની કોઈ જરૂરિયાત નથી. અમને જાણવા મળ્યું છે કે, ચેન્નઈમાં બ્રિટેનથી આવેલ એક વ્યક્તિ સંક્રમિત મળી આવી છે. આપણે વધારે સાવચેતી રાખવું પડશે. બહારથી આવનાર દરેક વ્યક્તિની એરપોર્ટ પર તપાસ કરવામાં આવશે. તમામ જરૂરી સાવચેતી રાખવામાં આવશે અને કર્ણાટકમાં વાયરસને ફેલાતો રકવા માટે સરકાર દ્વારા નજર રાખવામાં આવી રહી છે.