કર્ણાટકના જોગ ફોલ્સનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. અત્યારે ભારતમાં ચોમાસું ચાલી રહ્યું છે, ત્યારે આ ધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યું છે. આ ધોધ જોઇને તમે નાયેગ્રા ધોધને ભૂલી જશો. જોગ ફોલ્સ કર્ણાટકના શિમોગા જિલ્લામાં આવેલો છે. 






નર્મદા ડેમની જળ સપાટી પહોંચી 117.37 મીટરે, મુખ્ય કેનાલમાંથી પાણી છોડવાનું બંધ કરાયું


નર્મદાઃ સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 117.37 મીટરે પહોંચી છે. જળ સપાટીમાં 24 કલાકમાં 20 સેન્ટિમીટરનો વધારો થયો છે. પાણીની આવક 22796 મિલિયન ક્યુબીક મીટર છે. ઉપરવાસમાં વરસાદ પડતાં ડેમની જળ સપાટીમાં વધારો થયો છે. નર્મદા ડેમના બંને વીજ મથકો હાલ બંધ રખાયા છે. રાજ્યભરમાં વરસાદ હોવાથી મુખ્ય કેનાલમાંથી પાણી છોડવાનું બંધ કરાયું.


ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો? જાણો સંપૂર્ણ વિગત


અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. ત્યારે ગઈ કાલે ભરુચના વાગરા તાલુકામાં સૌથી વધુ 9 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. આ પછી કચ્છના અંજારમાં 8.5 ભૂજમાં 8, ડાંગના વઘઈમાં 7, કચ્છના ગાંધીધામમાં 7 , નવસારીના વાંસદામાં 6.5, ડાંગમાં 6.5 વડોદરાના કરજણમાં 6, કચ્છના નખત્રાણામાં , તાપીના ડોલવણ, વ્યારા, સોનગઢ, રાજકોટ, ધનસુરા, માંડવી-સુરત, ભરુચ, મહુવા-સુરતમાં પાંચ ઇંચથી 5.5 ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો હતો. 


સૌરાષ્ટ્રનો આ નેશનલ હાઈવે ફરી એકવાર થયો બંધ, નદીનું પાણી ફરી વળતા હાઈવે બંધ


ગીર સોમનાથઃ ભાવનગર- સોમનાથ નેશનલ હાઇવે ફરી એક વખત બંધ થઈ ગયો છે. સોમેત નદીનું પાણી રોડ પર આવતા બંધ થઈ ગયો છે. પેઢાવાડા ગામ નજીક રોડ પર પાણીથી હાઇવે બંધ થઈ ગયો છે.