નવી દિલ્લી: છેલ્લા ધણા સમયથી લાપતા જેએનયુ વિદ્યાર્થી નજીબના મામલે ગુરૂવારે જેએનયૂમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, કૉંગેસ નેતા શશિ થરૂર અને મણીશંકર અય્યર સહિતના નેતાઓ જોડાયા હતા. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જેએનયૂના લાપતા છાત્રના મામલે દિલ્લી પોલીસ અને કેંદ્ર સરકાર પર જોરદાર પ્રહારો કર્તા નિશાન સાધ્યું હતું.

કેજરીવાલે બીજેપી પર નિશાન સાધતા કહ્યું કે નજીબને માત્ર એક મુસ્લિમ તરીકે ન જોવો જોઈએ. આ યુવાનોનો મુદ્દો છે. યુવાનોની વાત સામે રાખવી જોઈએ. કેજરીવાલે યુવાઓને અપિલ કરી છે કે આ લડાઈને જેએનયૂની બહાર લાવવામાં આવે. કેજરીવાલે યુવાઓને કહ્યું આ મુદ્દે ઈંડિયા ગેટ પર ધરણા પ્રર્દશન કરવામાં આવે.

જ્યારે શશિ થરૂર સંબોધન કરી રહ્યા હતા ત્યારે ત્યાં ઉપસ્થિત નજીબની માતા બોલી ઉઠ્યા કે મારો નજીબ પાછો લાવો. થરૂરે કહ્યું અમે બધા નજીબની સાથે છીએ અને તેના માટે જ આ લડાઈ લડી રહ્યા છે. ઉલ્લેખનિય છે કે 15 નવેંબરથી જેઅનયૂનો વિદ્યાર્થી નજીબ ગાયબ છે. આ મામલે રીર્પોટ સામે આવી હતી કે એબીવીપીના કેટલાક કાર્યકર્તા સાથે તેને ઝઘડો થયો હતો. પોલીસ તેની તપાસ કરી રહી છે, પરંતુ હાલ સુધી તેની કોઈ ખબર નથી.

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આરોપ લગાવ્યો કે દિલ્લી પોલીસે આજસુધી આરોપીઓની પૂછપરછ પણ નથી કરી, કારણ કે એબીવીપીના લોકો આમાં સામેલ છે. કેજરીવાલે અપિલ કરી ક આ લડાઈમાં સૌને સાથે મળી આગળ આવવું પડશે.