Kerala Red Rain Alert IMD: કેરળના ઘણા ભાગોમાં ભારે વરસાદ (Rain) ચાલુ છે. આ સાથે, ભારતીય હવામાન વિભાગ (IMD) એ બુધવારે રાજ્યના પાંચ જિલ્લાઓ માટે ‘રેડ એલર્ટ’ (Red Alert) જારી કર્યું છે અને ભારે વરસાદ (Rain)ની આગાહી કરી છે. હવામાન એજન્સીના જણાવ્યા અનુસાર, પથાનમથિટ્ટા, અલપ્પુઝા, કોટ્ટયમ, એર્નાકુલમ અને ઇડુક્કીમાં ‘રેડ એલર્ટ’ (Red Alert) જારી કરવામાં આવ્યું છે. જોકે ‘ઓરેન્જ એલર્ટ’ (Orange Alert) અગાઉ અલપ્પુઝા, કોટ્ટાયમ અને એર્નાકુલમ માટે જારી કરવામાં આવી હતી, IMD એ પછીથી ચેતવણી બદલીને ‘રેડ એલર્ટ’ (Red Alert) કરી હતી. આ સાથે જ આ જિલ્લાઓમાં વિવિધ સ્થળોએ ભારે વરસાદ (Rain)ની આગાહી કરવામાં આવી છે.


IMDએ કહ્યું કે તિરુવનંતપુરમ, કોલ્લમ, મલપ્પુરમ, કોઝિકોડ અને વાયનાડ માટે ‘ઓરેન્જ એલર્ટ’ (Orange Alert) જારી કરવામાં આવ્યું છે, જ્યારે કન્નુર અને કાસરગોડ માટે 'યલો એલર્ટ' જારી કરવામાં આવ્યું છે.


અધિકારીઓએ જણાવ્યું હતું કે ગુરુવારે રાત સુધીમાં કેરળના કિનારે દક્ષિણમાં વિઝિંજામથી ઉત્તરમાં કાસરગોડ સુધી 0.4 થી 3.3 મીટર સુધીના ઊંચા મોજા અને દરિયામાં ઉછાળો આવવાની અપેક્ષા છે.


‘રેડ એલર્ટ’ (Red Alert) હેઠળ, 24 કલાકમાં 20 સે.મી.થી વધુ ભારેથી અતિ ભારે વરસાદ (Rain)ની ધારણા છે, જ્યારે ‘ઓરેન્જ એલર્ટ’ (Orange Alert)માં 11 સેમીથી 20 સે.મી.ના અત્યંત ભારે વરસાદ (Rain)ની અપેક્ષા છે અને 'યલો એલર્ટ'માં 6 સેમીથી 11 સે.મી. સેમી સુધી ભારે વરસાદ (Rain)ની અપેક્ષા છે.


આરોગ્ય પ્રધાન વીણા જ્યોર્જે જણાવ્યું હતું કે સતત ભારે વરસાદ (Rain)ને ધ્યાનમાં રાખીને, રોગચાળાને રોકવા માટેની ગતિવિધિઓ તેજ કરવામાં આવી છે અને અહીં આરોગ્ય વિભાગના નિર્દેશાલયમાં રાજ્ય કંટ્રોલ રૂમ ખોલવામાં આવ્યો છે. તેમણે એક નિવેદનમાં જણાવ્યું હતું કે રોગચાળાને રોકવા માટે વિભાગ દ્વારા રાજ્ય સ્તરીય ઝડપી પ્રતિસાદ ટીમની રચના કરવામાં આવી છે.


બંગાળની ખાડીમાં 23 મેના રોજ એક શક્તિશાળી ચક્રવાત (Cyclone)ની શક્યતા છે. ભારતીય હવામાન (Weather) વિભાગ (IMD) એ ઉત્તર ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે સમુદ્રમાં પ્રવેશતા માછીમારો (Fisherman) માટે ચેતવણી જારી કરી છે. IMDના ડાયરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતું કે આજે સવારે દક્ષિણ પશ્ચિમ બંગાળમાં નીચા દબાણનો વિસ્તાર બન્યો છે. અમે આશા રાખીએ છીએ કે તે ધીમે ધીમે ઝડપી બનશે. આ પછી, 23 મે સુધીમાં, ઉત્તર પૂર્વ તરફ આગળ વધતા બંગાળની ખાડી પર એક ડિપ્રેશન બનશે. તે આગળ વધવાનું ચાલુ રાખશે અને 24મીની સવારે તીવ્ર બનશે. દરિયાની આ સ્થિતિ માછીમારો માટે સલામત નથી. તેથી અમે ચેતવણી આપી છે કે તેઓ આજે સાંજ સુધીમાં દરિયાકિનારે પાછા ફરે. તે જ સમયે, પૂર્વ કિનારાના રાજ્યો તેમજ આંદામાન અને નિકોબાર ટાપુઓના માછીમારોએ 26 મે સુધી દરિયામાં ન જવું જોઈએ. અમે પશ્ચિમ બંગાળ અને ઓડિશાના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભારે વરસાદની અપેક્ષા રાખીએ છીએ.