Kerala Sunday lockdown Update: કેરળમાં કોરોનાના વધતાં જતાં કેસના પગલે રવિવારે લોકડાઉનનો નિર્ણય યથાવત રખાયો છે. આ સ્થિતિમાં માત્ર જરૂરી ચીજ વસ્તુની દુકાનો ખુલ્લી રહે છે. તો પ્રદેશમાં નાઇટ કર્ફ્યૂ લાગેલો છે. જાણીએ તાજા અપડેટ..
કેરળના મુખ્યમંત્રી પિનરાઇ વિજયને રવિવારે લોકડાઉનને યથાવત રાખ્યું છે. પિનરાઇએ કહ્યું કે, સંપૂર્ણ લોકડાઉનની હાલ કેરળમાં જરૂર છે પરંતુ લગાવી શકાય તેમ નથી કારણ કે તેનાથી ઇકોનોમિક ડિસ્ટર્બ થાય છે. અને ભારે નુકસાન સહન કરવું પડે છે. રવિવારે લાગુ કરેલા લોકડાઉનમાં પણ જરૂરી સેવા ચાલું રહેશે.
ઉલ્લેખનિય છે કે, દેશ કોરોનાની બીજી લહેરમાંથી હવે લગભગ બહાર આવી ગયો છે પરંતુ દેશના 2 રાજ્યો કેરળ અને મહારાષ્ટ્રમાં વધતા જતાં કોરોનાના કેસે ચિંતા વધારી છે. દેશમાં રોજ કોરોનાના 40 હજારથી વધુ કેસ સામે આવે છે. તેમાં કેરળમાં 30 હજાર તો મહારાષ્ટ્રમાં 4 હજાર કેસ સામેલ છે. જો કે સંક્રમણની રફતાર પર કાબૂ મેળવવા માટે બંને રાજ્યોમાં પ્રતિબંધોને સખત કરવામાં આવી રહ્યાં છે. જો કે વધતા જતાં કેસ માટે પ્રતિબંધો અને પ્રયાસ અપરૂતા સાબિત થઇ રહ્યાં છે.
કોરોનાના વઘતાં જતાં કેસ વચ્ચે પરીક્ષા મોકૂફ
કોરોનાની વધતા જતાં કેસ વચ્ચે સુપ્રીમ કોર્ટે રાજ્યમાં 11માં ધોરણની ઓફલાઇન પરીક્ષા પર રોક લગવવા માટે રાજ્ય સરકારને આદેશ કર્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, દેશના 70 ટકા સંક્રમિત કેસ માત્ર કેરળમાં છે આ સ્થિતિમાં બાળકો પર જોખમ વધે તેવા નિર્ણય કરવા યોગ્ય નથી.
કેરળમાં કોરોનાની શું છે સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ કેરળમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 29,682 કેસ અને 142 લોકોના મોત થયા છે. હાલ કેરળમાં એક્ટિવ કેસની સંખ્યા 2,50,619 છે. જ્યારે 39,09,096 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે અને 21,422 લોકોના કોવિડથી મોત થયા છે.