પુણેના લોહગઢ કિલ્લા ખાતે થયેલા કેતન અગ્રવાલના મોતના કેસમાં દરરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. કેતનના પિતા વિશાલ દેવીચંદ અગ્રવાલ દ્વારા 23 જૂને નોંધાવવામાં આવેલી FIR મુજબ, આ કોઈ અકસ્માત નહીં પરંતુ પૂર્વનિયોજિત હત્યા હતી. લોનાવાલા ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS) હેઠળ નોંધાયેલા કેસમાં સિયા ગોયલ અને ચેતન ચૌધરીને મુખ્ય આરોપી બનાવવામાં આવ્યા છે.

Continues below advertisement

FIRની મુખ્ય બાબતોFIR મુજબ, કેતને થોડા સમય પહેલાં પોતાના પરિવારને જણાવ્યું હતું કે સિયા ગોયલનું વર્તન છેલ્લા કેટલાક દિવસોથી બદલાઈ ગયું હતું. તે નાની-નાની વાતોમાં નખરા કરતી અને ઝઘડો કરતી હતી.ઝઘડાનું એક મોટું કારણ 4 જૂને લોહગઢ કિલ્લાની રદ થયેલી મુલાકાત હતી. સિયા તે બાબતે ખૂબ નારાજ હતી અને સતત કેતન પર કિલ્લા પર લઈ જવાની જીદ કરતી હતી.

17 જૂનની રાત્રે સિયા ગોયલે કેતનને વોટ્સએપ પર ફોન કર્યો હતો. બે દિવસ પછી આવનારા પોતાના જન્મદિવસનું કારણ આપીને તેણે કેતનના પરિવારને બીજા દિવસે કિલ્લા પર જવા માટે મનાવવાનો પ્રયાસ કર્યો.

Continues below advertisement

શરૂઆતમાં કેતનની માતા રાખી અગ્રવાલે આ પ્રવાસ માટે ના પાડી હતી. પરંતુ બાદમાં સિયાએ સીધો તેમની માતા સાથે વાત કરીને તેમને રાજી કર્યા.18 જૂનની સવારે કેતન પોતાના ઘરેથી નીકળ્યો અને પુણે-મુંબઈ હાઇવે પર આવેલા કિવાલે બ્રિજ પરથી સિયાને સાથે લઈને લોહગઢ કિલ્લા તરફ ગયો.સવારે લગભગ 10:45 વાગ્યે, સિયાએ કેતનની માતાને ફોન કરીને જણાવ્યું કે કેતન લોહગઢ કિલ્લા પર અકસ્માતે ખીણમાં પડી ગયો છે. સ્થાનિક લોકો અને પોલીસે તેને બહાર કાઢીને હોસ્પિટલ પહોંચાડ્યો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો.21 જૂને કેતનના પિતા અને પરિવારના અન્ય સભ્યો તે સ્થળે પહોંચ્યા જ્યાં કેતન પડ્યો હતો. તેમણે જણાવ્યું કે ત્યાંથી અકસ્માતે લપસી જવાની શક્યતા ખૂબ ઓછી હતી. તેમના મિત્રો નવદીપ જિંદલ અને તરુણ મિત્તલ પણ સ્થળની તપાસ કરવા પરિવાર સાથે ગયા હતા.

પરિવારના ગંભીર આરોપકેતનના પરિવારનો આરોપ છે કે, સિયા ગોયલનો ફોન સતત વ્યસ્ત રહેતો હતો અને તે વારંવાર પોતાના મિત્ર ચેતન ચૌધરીનો ઉલ્લેખ કરતી હતી. જેના કારણે તેમને બંને વચ્ચે સંબંધ હોવાની શંકા ગઈ હતી.FIRમાં સિયા ગોયલ અને ચેતન ચૌધરી બંનેના નામ સામેલ કરવામાં આવ્યા છે. તેમાં આરોપ છે કે બંનેએ મળીને કેતન અગ્રવાલની હત્યા કરવાનો નિર્ણય લીધો હતો, કારણ કે તે તેમના સંબંધોમાં અડચણ બની રહ્યો હતો.

પ્રી-વેડિંગ શૂટ માટે બનાવ્યો હતો પ્લાન

કેતનના પિતાના જણાવ્યા મુજબ, બંનેની સગાઈ ફેબ્રુઆરી મહિનામાં થઈ હતી. બંનેએ 6 જૂને બાલીમાં પ્રી-વેડિંગ શૂટ માટે જવાનો પ્લાન બનાવ્યો હતો. પરંતુ કેતનને સમયસર પાસપોર્ટ ન મળતાં આ પ્રવાસ રદ કરવો પડ્યો હતો.

આ મામલે તપાસ કરી રહેલા પોલીસ અધિકારી ગજાનન ટોંપેએ જણાવ્યું કે તપાસ હજુ પ્રારંભિક તબક્કામાં છે. અત્યાર સુધીમાં કેટલાક લોકોના નિવેદનો નોંધવામાં આવ્યા છે અને તપાસ તે આધારે આગળ વધી રહી છે.