જાણો કોણ છે આ IAS અધિકારી, જેણે PM મોદીના હેલિકોપ્ટરની તલાશી લીધી...
abpasmita.in | 18 Apr 2019 02:43 PM (IST)
ચૂંટણી પંચે કર્ણાટકના એક આઈએએસ અધિકારીની કથિત રીતે પીએમ મોદીના હેલિકોપ્ટરની તલાશી લેવાનો પ્રયત્ન કરવા પર સસ્પેન્ડ કરી દીધા છે.
નવી દિલ્હીઃ ચૂંટણી પંચે કર્ણાટકના એક આઈએએસ અધિકારીની કથિત રીતે પીએમ મોદીના હેલિકોપ્ટરની તલાશી લેવાનો પ્રયત્ન કરવા પર સસ્પેન્ડ કરી દીધા છે. આ અધિકારનું નામ મોહમ્મદ મોહસિન છે, તેમની સંબલપુરમાં જનરલ ઓબ્ઝર્વર તરીકે નિમણૂંક કરવામાં આવી હતી. કહેવાય છે કે, મોહમ્મદ મોહસિને પીએમ કાફલના એક વાહનની તલાશી લેવાનો પ્રયત્ન કર્યો હતો. બિહારની રાજધાની પટનામાં રહેતા મોહમ્મદ મોહસિન કર્ણાટક સરકારમાં પછાત વર્ગ કલ્યાણ વિભાગમાં સચિવ પદે કાર્યરત છે. વર્ષ 1969માં જન્મેલા મોહસિન કર્ણાટક કેડરમાંથી આઈએએસ બન્યા છે. તેમણે પટના યુનિવર્સિટીમાંથી એમ.કોમનો અભ્યાસ કર્યો છે. વર્ષ 1994માં મોહસિને દિલ્હીમાં યૂપીએસસીની સિવિલ સર્વિસની તૈયારી શરૂ કરી હતી. પ્રથમ પ્રયાસમાં તેઓ સિવિલ સર્વિસ પરીક્ષામાં પાસ થઈ શક્યા ન હતા, પરંતુ બીજા પ્રયાસમાં તેઓ સફળ રહ્યા હતા. ત્યારે પણ તેઓ ઓછા નંબર હોવાને કારણે આઈએએસ બની શક્યા નહતા. બીજા પ્રયાસમાં સફળ રહેવા છતાં આઈએએસ ન બની શકતા મોહસિને ફરીથી તૈયારી શરૂ કરી હતી. અંતે 1996માં તેઓ આઈએએસ અધિકારી બનવામાં સફળ રહ્યા હતા. મોહસિને ઉર્દૂ સ્ટડીઝ સાથે પોતાનો અભ્યાસ પૂરો કર્યો છે. શરૂઆતમાં તેમણે એસડીએમ પદ પર કામ કર્યું હતું, જે બાદમાં તેમણે જિલ્લા પંચાયત અને ગ્રામીણ વિકાસ વિભાગમાં ડેપ્યૂટી કમિશ્નર સહિતના પદ પર કામ કર્યું હતું.