નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના કેસ જે રીતે વધી રહ્યા છે તેને જોતાં ફરીથી લોકડાઉન (Lockdown) નાંખવામાં આવે અટકળો વહેતી થઈ છે. આ દરમિયાન કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સે (Confederation Of All India Traders) રવિવારે પીએમ મોદીને (PM Modi) દેશમાં નાઈટ કરફયૂ (Night Curfew) કે લોકડાઉન નહીં પણ તેના બદલે  એક વિકલ્પ તરીકે, વિવિધ ક્ષેત્રોમાં (Different Sectors) કામકાજના સમયનો (Working Times) નકકી કરવાનું  સૂચન કર્યું હતું.


પીએમ મોદી સાથે થયેલા કમ્યુનિકેશન મુજબ, સીએઆઈટીએ (CAIT) દેશભરના વિવિધ જિલ્લામાં કામકાજના કલાકો વૈકલ્પિક બનાવવાનું સૂચન કર્યુ હતું. સીએઆઈટીના કહેવા મુજબ, નાઈટ કરફયુ કે લોકડાઉનનો કોઈ મતલબ નથી. તેના બદલે જિલ્લા સ્તરે વિવિધ સેકટર માટે વર્કિંગ ટાઈમ નક્કી કરવામાં આવે તો વધારે સારું રહેશે.


સીએઆઈટીના સેક્રેટરી જનરલ પ્રવીણ ખાંડેવાલના કહેવા મુજબ, કોવિડ-19ના આંકડાકીય વિશ્લેષણ બાદ ધ્યાનમાં આવ્યું છે કે નાઈટ કરફ્યૂ કે લોકડાઉનની કોઈ ખાસ અસર જોવા મળી નથી. આ અમલમાં હોવા છતાં કેસો વધી રહ્યા છે, જેથી તેને લગાવવાનો કોઈ અર્થ સમજાતો નથી. તેના બદલે ઉપરોક્ત સૂચનનો અમલો કરવો જોઈએ.



દેશમાં શું છે કોરોનાની સ્થિતિ


સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 1,68,912 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 904 લોકોના મોત થયા છે. જોકે 75,086 લોકો ઠીક પણ થયા છે. 



  • કુલ કેસ-  એક કરોડ 35 લાખ 27 હજાર 717

  • કિલ ડિસ્ચાર્જ- એક કરોડ 21 લાખ 56 હજાર 529

  • કુલ એક્ટિવ કેસ - 12 લાખ 01 હજાર 009

  • કુલ મોત - એક લાખ 70 હજાર 179


10 કરોડથી વધારેને રસી અપાઈ


દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 10 કરોડ 45 લાખ 28 હજાર 565 ડોઝ આપવામાં આવ્યા છે.


દેશમાં છેલ્લા 7 દિવસમાં નોંધાયેલા કેસ



  • 11 એપ્રિલઃ 1,52, 879

  • 10 એપ્રિલઃ 1,45,384

  • 9 એપ્રિલઃ 1,31,968

  • 8 એપ્રિલઃ 1,26,789

  • 7 એપ્રિલઃ 1,15,736

  • 6 માર્ચઃ 96,982

  • 5 એપ્રિલઃ 1,03,558