Army Chopper Crash: તમિલનાડુના કુન્નરમાં આર્મીનું હેલિકૉપ્ટર ક્રેશ થયું છે, જેમાં સેનાના વરિષ્ઠ અધિકારીઓ પણ સવાર હતા. હેલિકોપ્ટર ક્રેશ થયા બાદ બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. હાલમાં એ જાણી શકાયું નથી કે સેનાનું હેલિકોપ્ટર ખરાબ હવામાનને કારણે કે કોઈ ટેકનિકલ ખામીને કારણે ક્રેશ થયું હતું. જાણો તે શક્તિશાળી હેલિકૉપ્ટર વિશે........ 


કેટલુ શક્તિશાળી હોય છે MI-17 હેલિકૉપ્ટર, જાણો ખાસિયતો.......  


1- આ હેલિકૉપ્ટરની સ્પીડ 250 કિમી પ્રતિ કલાક છે, સાથે આ 6000 મીટરની મેક્સિમમ ઉંચાઇ સુધી ઉડાન ભરી શકવામાં સક્ષમ છે. એકવારમાં તે 580 કિમીની દુરી સુધી ઉડી શકે છે. 


2- MI-17V5 કેટલાય પ્રકારના હથિયારોથી સજ્જ છે. આમાં શતર્મ-5 મિસાઇલ્સ, એસ-8 રૉકેટ, એક 23 મિમી મશીન ગન, પીકેટી ગન્સની સાથે 8 ફાયરિંગ પૉસ્ટ્સ સામેલ હોય છે. 


3- આ હેલિકૉપ્ટરનો ઉપયોગ 26/11 હુમલા દરમિયાન કમાન્ડો ઓપરેશન તરીકે પણ કરવામાં આવ્યો હતો.


4- MI-17V5 જ તે વાયુમાન હતુ, જેને પાકિસ્તાની લૉન્ચ પેડને તબાહ કર્યુ હતુ, અને સર્જિકલ સ્ટ્રાઇક જેવા મોટા અભિયાનને અંજામ આપ્યો હતો. 


5- હેલિકૉપ્ટરમાં એક સાથે 24 લોકો બેસી શકે છે, એક સમયમાં આ હેલિકૉપ્ટર 4000 કિલોગ્રામ વજન લઇ જઇ શકે છે.