નવી દિલ્લીઃ નોટબંધીને લઇને કોલકાત્તા હાઇકોર્ટે સરકારની ઝટકણી કાઢી છે. શુક્રવારે નોટબંધી વિરુદ્ધ જહેરહિતની અરજી પર સુનવણી કરતા હાઇકોર્ટે કહ્યું છે કે, નોટબંધીને લઇને સરકાર રોજ નવા નવા નિર્ણય લઇ રહી છે અને આગલા દિવસે તેને બદલી રહી છે. નિર્ણયોને સતત બદલતા રહેવું યોગ્ય નથી. બેંકો અને એટીએમ બહાર લાંબી લાઇન લગાવીને ઉભેલા લોકો હેરાન થઇ રહ્યા છે.

નોટબંધીના 10 માં દિવસે સમગ્ર દેશની હાલત નથી સુધરી. સરકાર દરરોજ નવા નિર્ણય લઇ રહી છે કોર્ટે તેના પર આના પર ભારે નારાજગી વ્યક્ત કરી છે. જજે કહ્યું હતું કે, હૉસ્પિટલોમાં રૂપિયાની કમીના લીધે જરૂરી ઇલાજ નથી થઇ શક્તા. જજે પોતના દિકરાનું ઉદાહરણ આપતા કહ્યું હતું કે, 'મારા દિકરાને ડેન્ગ્યૂં છ, પરંતુ હૉસ્પિટલ વાળે કેશ લેવા તૈયાર નથી.

500 અને 1000 ની નોટબંધી બાદ દેશની આમ જનતા બેંકો અને એટીએમ બહાર લાંબી લાઇનો લગાવી રહ્યા છે. લોકો પોતાનો કામ ધંધો છોડીને નોટો એક્સચેન્જ કરવા દોડાદોડ કરી રહ્યા છે.