Kolkata Doctor Case: કોલકાતાની એક હોસ્પિટલમાં તાલીમાર્થી ડૉક્ટર સાથે દુષ્કર્મ અને હત્યાના કેસને લઈને કોલકાતામાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. બુધવારે પણ લોકોએ અહીં પ્રદર્શન કર્યું અને પીડિતા માટે ન્યાયની માંગ કરી હતી. આ દરમિયાન ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી, તેમની પત્ની અને પુત્રીએ પણ વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો અને કેન્ડલ પ્રગટાવીને પીડિતા માટે ન્યાય માંગ્યો હતો. તેમણે કહ્યું કે આપણને સુરક્ષિત સમાજની જરૂર છે અને દુષ્કર્મની ઘટનાઓ બંધ થવી જોઈએ.






IMAના નેતૃત્વમાં દેશભરમાં ડોક્ટરોનું આંદોલન દસમા દિવસે પણ યથાવત રહ્યું હતું. સીબીઆઈ આરજી કર મેડિકલ કોલેજના પૂર્વ પ્રિન્સિપાલની પૂછપરછ કરી રહ્યા છે. ડોના ગાંગુલીએ મીડિયા સાથે વાત કરતા કહ્યું, "અમે બળાત્કારનો વિરોધ કરી રહ્યા છીએ. આપણને એક સુરક્ષિત સમાજની જરૂર છે. બળાત્કારને રોકવાની જરૂર છે."






ખરાબ લાગે છે કે આ 2024માં થઈ રહ્યું છે - સના


ઓડિસી નૃત્યાંગના અને તેની એકેડમીના સભ્યોએ "સુરક્ષિત સમાજ" બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો અને આરજી કરમાં દુષ્કર્મ બાદ હત્યા કરવામાં આવેલી મહિલા ડોક્ટર માટે ન્યાયની માંગણી કરી હતી. તેમની પુત્રી સના ગાંગુલીએ કહ્યું હતું કે "અમને ન્યાય જોઈએ છે, આ બંધ થવું જોઈએ. દરરોજ આપણે કોઈને કોઈ રેપ કેસ વિશે સાંભળીએ છીએ અને અમને ખરાબ લાગે છે કે 2024માં પણ આવું થઈ રહ્યું છે અને આ બંધ થવું જોઈએ."


ડોક્ટરો માટે કાયદાકીય રક્ષણની માંગ


પિતા-પુત્રીની જોડીએ વિરોધમાં કેન્ડલ પ્રગટાવી જ્યારે સાથી વિરોધીઓએ એકતાના સંકેત તરીકે રવિન્દ્રનાથ ટાગોરની અગુનેર પોરોશમોની ગાયું હતું. આરજી કર હોસ્પિટલમાં બળાત્કાર-હત્યાની ઘટનાને લઈને દેશભરમાં ખળભળાટ મચી ગયો છે. ડૉક્ટરો સતત વિરોધ કરી રહ્યા છે. તેઓ ડોકટરોની સુરક્ષા માટે કાયદાકીય રક્ષણની માંગ કરી રહ્યા છે. દરમિયાન રેપ-મર્ડર કેસની સીબીઆઈ તપાસ ચાલી રહી છે. આરોપી પણ પોલીસની કસ્ટડીમાં છે.


આ પણ વાંચોઃ


Kolkata: કોલકાતાની ઘટના બાદ આ મહિલાનો વીડિયો વાયરલ,કહ્યું- ‘બળાત્કાર ન કરો, અમારી પાસે આવો’