Kolkata Doctor Rape Case: કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજમાં જુનિયર ડોક્ટર પર બળાત્કાર અને હત્યાના કેસને લઈને કોલકાતામાં હજારો જુનિયર ડોક્ટરો વિરોધ કરી રહ્યા છે. આ દરમિયાન પશ્નિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી આરોગ્ય વિભાગની બહાર વિરોધ મંચ પર પહોંચ્યા, જ્યાં જુનિયર ડોકટરો "વી વોન્ટ જસ્ટિસ" ના નારાઓ વચ્ચે આંદોલન કરી રહ્યા છે. આ દરમિયાન સીએમ મમતાએ કહ્યું, હું તમારી પીડા સમજું છું, તેથી જ હું તમારી સાથે છું. મને મારા પદની ચિંતા નથી. મેં મારા વિદ્યાર્થી જીવન દરમિયાન પણ ઘણું આંદોલન કર્યા છે. અમે તમારી સુરક્ષા વિશે ચિંતિત છીએ.


 






આ લોકો છેલ્લા મહિનાથી આરજી કર હોસ્પિટલમાં બળાત્કાર અને હત્યા કેસમાં ન્યાયની માંગ સાથે આંદોલન કરી રહ્યા છે. આ પહેલા ગુરુવારે (12 સપ્ટેમ્બર) લાઈવ ટેલિકાસ્ટના આગ્રહને કારણે મમતા સાથે આંદોલનકારી ડોક્ટરોના પ્રતિનિધિમંડળની બેઠક થઈ શકી ન હતી. મમતા સાથે ડીજીપી રાજીવ કુમાર પણ હાજર હતા. મમતા ત્યાં પહોંચતા જ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. તેમણે જુનિયર ડોકટરોને તેમના વિચારો વ્યક્ત કરવાની તક આપવા વિનંતી કરી.


હું સીબીઆઈ પાસેથી ગુનેગારોને ફાંસીની સજાની માંગ કરું છું- સીએમ મમતા


આ દરમિયાન સીએમ મમતા બેનર્જીએ કહ્યું, હું તમારા આંદોલનને સલામ કરું છું. કારણ કે, હું પણ વિદ્યાર્થી આંદોલનની ઉપજ છું. મમતાએ કહ્યું, તમે લોકો રસ્તા પર હોવાને કારણે હું પણ રાત્રે સૂઈ શકી નથી. એક રખેવાળ તરીકે મારે જાગવું પડ્યું છે. જો તમે લોકો કામ પર પાછા ફરો છો, તો હું વચન આપું છું કે તમારી બધી માંગણીઓ પર હું સહાનુભૂતિપૂર્વક વિચાર કરીશ. તેમણે કહ્યું, દરેક સાથે વાતચીત થશે અને ગુનેગારોને સજા આપવામાં આવશે. મુખ્યમંત્રીએ કહ્યું કે હું સીબીઆઈને ગુનેગારોને ફાંસીની સજા આપવાની માંગ કરું છું.


5માં દિવસે પણ આરોગ્ય વિભાગની કચેરી બહાર દેખાવો


બંગાળના સીએમ એવા સમયે વિરોધ સ્થળ પર પહોંચ્યા છે જ્યારે સોલ્ટ લેકમાં આરોગ્ય વિભાગની ઓફિસની બહાર જુનિયર ડોકટરોનું પ્રદર્શન પાંચમા દિવસે પણ (મુશળધાર વરસાદ હોવા છતાં) ચાલુ રહ્યું હતું. શનિવારે (14 સપ્ટેમ્બર, 2024) વિરોધ કરી રહેલા ડોકટરોમાંના એક અનિકેત મહતોએ સમાચાર એજન્સી પીટીઆઈને કહ્યું કે, જ્યાં સુધી મૃતકને ન્યાય નહીં મળે અને અમારી અન્ય માંગણીઓ પૂરી ન થાય, ત્યાં સુધી વરસાદ, ગરમી, ભૂકંપ પણ અમારો વિરોધ રોકી શકશે નહીં. અમે અહીં એક ઉમદા હેતુ માટે આવ્યા છીએ અને તેને હાંસલ કરવાથી કોઈ શક્તિ રોકી શકશે નહીં.


જુનિયર ડોક્ટરોએ કહ્યું- અમે જીદ્દી અને અડીયલ નથી


સૌમ્યા ચક્રવર્તી નામના અન્ય એક ડૉક્ટરે આ દરમિયાન કહ્યું, જો કોઈ એવું વિચારે છે કે અમે અડિયલ અને જીદ્દી છીએ તો તે બિલકુલ ખોટું છે, તેમના મગજમાં ચોક્કસ કંઈક ચાલી રહ્યું છે. અમે ડૉક્ટર છીએ, રાજકારણીઓ નથી. અહીં કોઈ રાજકારણ નથી. આ માત્ર આરોગ્ય તંત્ર સફાઈ કરવાની માંગ છે.


આ પણ વાંચો..


Jammu and Kashmir: ભારતીય સેનાને મળી મોટી સફળતા, PM મોદીના જમ્મુ-કાશ્મીર પ્રવાસ પહેલા 3 આતંકી ઠાર