Madhya Pradesh News:  કુનો નેશનલ પાર્કમાંથી આજે ફરી એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. અહીં ચિત્તા શૌર્યનું અવસાન થયું છે. કુનોમાં અત્યાર સુધીમાં દસ ચિત્તાના મોત થયા છે, જેમાં સાત ચિત્તા અને ત્રણ બચ્ચાનો સમાવેશ થાય છે. લાયન પ્રોજેક્ટના ડાયરેક્ટરે જણાવ્યું કે, ચિત્તા શૌર્યનું આજે બપોરે 3.15 કલાકે અવસાન થયું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોતનો ખુલાસો થશે.

3.15 વાગ્યાની આસપાસ ચિત્તા શૌર્યનું મૃત્યુ થયું

લાયન પ્રોજેક્ટના ડાયરેક્ટરે જણાવ્યું હતું કે આજે બપોરે 3.15 વાગ્યાની આસપાસ ચિત્તા શૌર્યનું મૃત્યુ થયું હોવાનું જાણવા મળ્યું હતું. તેમણે કહ્યું કે, પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ ચિતા શૌર્યના મૃત્યુ પાછળના કારણોનો ખુલાસો થશે. તેમણે જણાવ્યું કે સવારે લગભગ 11 વાગે મોનિટરિંગ ટીમે ચિતા શૌર્યને બેભાન અવસ્થામાં જોયો. ચિત્તાને બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ ચિતા શૌર્યનો જીવ બચાવી શકાયો નહીં.

તમને જણાવી દઈએ કે નામીબિયા અને દક્ષિણ આફ્રિકાથી કુનો નેશનલ પાર્કમાં 20 ચિત્તા લાવવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં કુનોના ત્રણ બચ્ચા સહિત 10 ચિત્તાના મોત થયા છે. 

પોસ્ટમોર્ટમ બાદ મોતનું કારણ જાણી શકાશે

લાયન પ્રોજેક્ટના ડાયરેક્ટર દ્વારા જારી કરવામાં આવેલી પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે 16 જાન્યુઆરીના રોજ લગભગ 3.17 કલાકે નામીબિયન ચિતા 'શૌર્ય'નું મૃત્યુ થયું હતું. પોસ્ટમોર્ટમ બાદ મોતનું કારણ જાણી શકાશે. તે જંગલમાં બેભાન હાલતમાં મળી આવ્યો હતો. 

મધ્ય પ્રદેશના કુનો નેશનલ પાર્કમાં ચિત્તા પ્રોજેક્ટ હેઠળ નામીબિયા અને દક્ષિણ આફ્રિકાથી 20 ચિત્તા લાવવામાં આવ્યા હતા. જેની સમગ્ર દેશમાં ચર્ચા થઈ હતી. જોકે, ત્યારબાદ આ પ્રોજેક્ટ ચર્ચામાં જ રહ્યો છે કેમ કે વિવિધ કારણોસર અત્યાર સુધીમાં 7 પુખ્ત ચિત્તા અને 3 બચ્ચા મૃત્યુ પામ્યા છે. આ નિરાશાજનક સમાચાર એવા સમયે સામે આવ્યા છે જ્યારે થોડા દિવસો પહેલા જ આફ્રિકન દેશ નામીબિયાથી લાવવામાં આવેલી માદા ચિત્તા આશાએ પાર્કમાં ત્રણ બચ્ચાને જન્મ આપ્યો છે. વિન વિભાગના અધિકારીઓ આ ત્રણ બચ્ચાને લઈને ખૂબ જ ઉત્સાહિત હતા. 

Join Our Official Telegram Channel:https://t.me/abpasmitaofficial