KV Subramanian Steps Down:  પોતાના ત્રણ વર્ષનો કાર્યકાળ પૂરો થયા બાદ શુક્રવારે મુખ્ય આર્થિક સલાહકાર (સીઇએ) કે.વી. સુબ્રમણ્યમે જાહેરાત કરી કે તેઓ રાજીનામું આપી રહ્યા છે. સુબ્રમણ્યમે કહ્યું કે તેમણે શિક્ષણ જગતમાં પાછા ફરવાનો નિર્ણય કર્યો છે. એમ પણ કહ્યું કે તેણે પોતાનો ત્રણ વર્ષનો કાર્યકાળ પૂરો કર્યા બાદ આ નિર્ણય લીધો છે.


મુખ્ય આર્થિક સલાહકાર (સીઇએ) શુક્રવારે કે.વી. સુબ્રમણ્યમે જાહેરાત કરી હતી કે તેઓ તેમનો ત્રણ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યા બાદ રાજીનામું આપી રહ્યા છે. તેમણે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ભારત સરકારના મુખ્ય આર્થિક સલાહકાર તરીકેનો મારો ત્રણ વર્ષનો કાર્યકાળ પૂરો કર્યા પછી મેં શિક્ષણજગતમાં પરત ફરવાનો નિર્ણય કર્યો છે. સરકારે હજુ સુધી સુબ્રમણ્યમના ઉત્તરાધિકારીની જાહેરાત નથી કરી. 



સીઇએ તરીકેના તેમના કાર્યકાળ વિશે બોલતા, તેમણે કહ્યું, "મને સરકારની અંદરથી જબરદસ્ત પ્રોત્સાહન અને સમર્થન મળ્યું છે અને વરિષ્ઠ અધિકારીઓ સાથે ઉષ્માભર્યા સંબંધો માણવાનો લહાવો મળ્યો છે.