રાંચીઃ કોરોનાનો કેર યથાવત છે, દેશમાં સામાન્ય માણસોની સાથે સાથે હવે ખાસ માણસો પણ કોરોનાની ઝપેટમાં આવી રહ્યાં છે. બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને રાષ્ટ્રીય જનતા દળના અધ્યક્ષ લાલૂ પ્રસાદ યાદવના સુરક્ષાગાર્ડોને કોરોનાનો ચેપ લાગ્યો છે. લાલૂ પ્રસાદની સુરક્ષામાં 9 જવાનોને તૈનાત છે,તે તમામ સંક્રમિત થાય સારવાર માટે હૉસ્પીટલ ખસેડાયા છે.
લાલૂના સુરક્ષાગાર્ડે રાંચી રિમ્સના ડાયેરેક્ટર બંગલાની બહાર તૈનાત હતા, હાલ હવે અહીં પોલીસકર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે. તૈનાતી પહેલા પોલીસકર્મીઓના કોરોના ટેસ્ટ પણ કરાવાશે. લાલૂ પ્રસાદે ગયા મહિને કોરોનાના ટેસ્ટ કરાવ્યો હતો, ત્યારે તેમનો રિપોર્ટ નેગેટિવ નીકળ્યો હતો.
ઘાસચારા કૌભાંડમાં આરોપી ઠરેલા લાલૂ પ્રસાદ યાદવને કોરોના વાયરસથી બચાવવા માટે રાજેન્દ્ર ઇન્સ્ટીટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ -રિમ્સના પેઇંગ વૉર્ડમાંથી હટાવીને આના ડાયરેક્ટરના ઘરમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. રિમ્સના સુરક્ષાગાર્ડો અને મેડિકલ કર્મચારીઓને કોરોના પૉઝિટીવ થયા બાદ જેલ તંત્રના નિર્દેશ પર લાલૂને શિફ્ટ કરવામાં આવ્યા હતા.
નોંધનીય છે કે, હાલ ઝારખંડમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 26,753 થઇ ગઇ છે, જેમાં હાલ એક્ટિવ કેસ 9410 છે. આ ઉપરાંત ઝારખંડમાં કોરોનાથી મરનારાઓની સંખ્યા 286 થઇ ગઇ છે.
આ મોટા નેતાની સુરક્ષામાં તૈનાત કરાયેલા 9 જવાનોને લાગ્યો કોરોનાનો ચેપ, જાણો વિગતે
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
21 Aug 2020 02:55 PM (IST)
લાલૂના સુરક્ષાગાર્ડે રાંચી રિમ્સના ડાયેરેક્ટર બંગલાની બહાર તૈનાત હતા, હાલ હવે અહીં પોલીસકર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે. તૈનાતી પહેલા પોલીસકર્મીઓના કોરોના ટેસ્ટ પણ કરાવાશે
- - - - - - - - - Advertisement - - - - - - - - -