પટણા: શનિવારે રાષ્ટ્રીય જનતા દળના પ્રમુખ લાલુ પ્રસાદ યાદવે પોતાનો 69 મો જન્મદિવસ મનાવ્યો હતો. આ અવસરે તેમને પોતાના પરિવારની સાથે જન્મદિવસની કેક કાપી હતી. જેની તસવીરો લાલૂએ પોતાના ટ્વિટર હેંડલ પર શેયર કરીને લખ્યું હતું કે, ‘ આ રહી બર્થ-ડે કેક, આપ ભી લીજીએ.’
લાલૂને જન્મદિવસની શુભકામનાઓ પાઠવવા માટે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પણ યાદવના ઘરે પહોંચ્યા હતા. લાલૂના જન્મદિવસ પર કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધી અને તૃણમુલ કોંગ્રેસના પ્રમુખ મમતા બેનર્જીએ પણ શુભકામનાઓ પાઠવી હતી. જ્યારે રાજદ પ્રમુખે ટ્વિટર પર તેમનો આભાર માન્યો હતો.