Aadhaar Card Centre: ભારતમાં રહેતા લોકો માટે કેટલાક દસ્તાવેજો હોવા ખૂબ જ જરૂરી છે. આ દસ્તાવેજોની જરૂર દરરોજ કોઈને કોઈ કામ માટે પડતી રહે છે. પછી ભલે તે ડ્રાઇવિંગ લાઇસન્સ હોય, પાન કાર્ડ હોય, આધાર કાર્ડ હોય કે પછી અન્ય કોઈ દસ્તાવેજ. પરંતુ આ બધા દસ્તાવેજોમાં જે સૌથી વધુ સામાન્ય દસ્તાવેજ છે તે છે આધાર કાર્ડ. તમને દરરોજ કોઈને કોઈ કામ માટે આધાર કાર્ડની જરૂર પડે જ છે.


પછી ભલે તે શાળા કે કોલેજમાં પ્રવેશ લેવાનો હોય. અથવા કોઈ સરકારી યોજનાનો લાભ લેવાનો હોય. આધાર કાર્ડ ખૂબ જ જરૂરી છે. ભારતની લગભગ 90 ટકા વસતી પાસે આધાર કાર્ડ છે. આધાર કાર્ડ બનાવવા માટે તમારે આધાર સેન્ટર જવું પડશે. તમારા શહેરમાં સૌથી નજીકનું આધાર સેન્ટર ક્યાં છે. આ તમે ઓનલાઈન જ જાણી શકો છો. કેવી રીતે ચાલો જણાવીએ.


પિન કોડ દ્વારા આ રીતે જાણી શકો છો સ્થાન


જો તમે તમારા વિસ્તારના સૌથી નજીકના આધાર કાર્ડ સેન્ટરનું સ્થાન જાણવા માંગતા હો, તો તમે પિન કોડ દ્વારા જાણી શકો છો. કેવી રીતે ચાલો તમને જણાવીએ આ માટે સંપૂર્ણ પ્રક્રિયા શું કરવાનું રહેશે. સૌ પ્રથમ તમારે આધાર કાર્ડની સત્તાવાર વેબસાઇટ uidai.gov.in પર જવું પડશે. ત્યારબાદ તમારે 'Get Aadhaar' વિભાગમાં જઈને 'Locate an Enrolment Center' વિકલ્પ પર ક્લિક કરવું પડશે. ત્યારબાદ તમારી સ્ક્રીન પર એક નવું પેજ ખુલશે જ્યાં તમને ત્રણ વિકલ્પો દેખાશે.


આ વિકલ્પોમાં તમને રાજ્ય, પોસ્ટલ પિન કોડ અને સર્ચ બોક્સનો વિકલ્પ મળશે અહીં તમારે પોસ્ટલ પિન કોડ પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમારી સ્ક્રીન પર એક નવું પેજ ખુલશે. જ્યાં તમારે તમારા વિસ્તારનો 6 અંકનો પિન કોડ નાખવાનો છે. અને ત્યારબાદ કેપ્ચા કોડ ભરવાનો છે પછી તમારે 'Locate a Centre' પર ક્લિક કરવાનું છે. ક્લિક કરતાં જ તમારી સ્ક્રીનની સામે તમારા વિસ્તારમાં મોજૂદ તમામ આધાર સેન્ટર્સની યાદી આવી જશે.


ઘરે બેઠાં પણ કરી શકો છો અપડેટ


જો તમે તમારું સરનામું બદલાવવા માટે આધાર કાર્ડ સેન્ટર જવા માંગતા હો, તો તમે તમારો સમય બચાવી શકો છો. આધાર કાર્ડ સેન્ટર ગયા વગર તમે ઓનલાઈન તમારા ઘરે જ તમારું સરનામું બદલી શકો છો. UIDAI દ્વારા લોકોને સરનામું બદલવાની સુવિધા ઓનલાઈન આપવામાં આવે છે. તમે માન્ય દસ્તાવેજ સાથે આધાર કાર્ડની સત્તાવાર વેબસાઇટ પર જઈને તમારું સરનામું અપડેટ કરી શકો છો.