નવી દિલ્હીઃ દિલ્હીના મુ્ખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આગામી લોકડાઉનના રૂપમાં જનતા પાસેથી સૂચનો મંગાવ્યા હતા. જેને લોકોનો સારો પ્રતિસાદ મળ્યોછે. લોકડાઉન 4ને લઈ પાંચ લાખથી વધારે સૂચનો મળ્યા છે. લોકો સલૂન, સ્પા  અને જિમ ખોલવાના પક્ષમાં નથી. જ્યાએ ઓટો ટેક્સી અને બસ સેવા શરૂ કરવાનો પ્રસ્તાવ મળ્યા છે. ફૂડની હોમ ડિલીવરી અને ટેક અવે ચાલુ કરવાનું સૂચન પણ મળ્યું છે.

કેજરીવાલે કહ્યું, લોકોએ માસ્ક નહીં પહેરવા પર કાર્યવાહી કરવાનું પણ જણાવ્યું છે. દુકાન ખોલવા માટે ઓડ ઈવન ફોર્મુલા લાગુ કરવાનું પણ લોકોએ જણાવ્યું છે. વડીલો, ગંભીર રીતે બીમારી, ડાયાબિટીસ, હાર્ટ અટેક જેવી બીમારીથી પીડાતા લોકોને ઘરમાં રહેવાની સલાહ છે.


કેજરીવાલે કહ્યું, કેટલા મુદ્દા પર લોકોની સહમતિ છે. જેમાં લોકો માટે સોશિયલ ડિસ્ટેંસિંગ અનિવાર્ય હોવું જોઈએ અને માસ્ક ન પહેરવા પર કડક કાર્યવાહી થવી જોઈએ તે મુખ્ય છે. આ ઉપરાંત ઘણા લોકોએ લિમિટેડ સવારીની મંજૂરી સાથે બસ સેવા અને મેટ્રો સેવા શરૂ કરવાની સલાહ આપી છે.

કેટલાક લોકોએ તેમનું સ્વાસ્થ્ય જાળવી રાખવા પણ છૂટની માંગ કરી છે. કેજરીવાલે કહ્યું, લોકોએ સવારે પાર્કમાં ચાલવા જવાની મંજૂરી પણ માંગી છે. અનેક માર્કેટ એસોસિએશને દિલ્હી સરકારને સૂચનો મોકલ્યા છે. જેમાં માર્કેટ અને કોમ્પલેક્સ ખોલવાની મંજૂરી માંગી છે.

કેજરીવાલે કહ્યું, લોકોના સૂચનો પર આજે સાંજે 4 વાગે ઉપ રાજ્યપાલ સાથે સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ બેઠક કરશે. જે બાદ દિલ્હીમાં કેટલી છૂટ આપવામાં આવે, તેના પર પ્રસ્તાવ બનાવીને કેન્દ્ર સરકારને મોકલવામાં આવશે.