નવી દિલ્હીઃ દેશમાં કોરોનાનો કહેર દિવસે ને દિવસે વધી રહ્યો છે. ભારતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા સવા નવ લાખને પાર થઈ ગઈ છે. કોરોનાનું સંક્રમણ વધતું અટકે તે માટે દેશના ઘણા રાજ્યો અને જિલ્લાઓમાં લૉકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. આ કડીમાં હવે વધુ એક મોટા રાજ્યનો સમાવેશ થયો છે.


દેશમાં પ્રવાસીઓ માટે સૌથી મોટું આકર્ષણનું કેન્દ્ર એવા ગોવામાં પણ આવતીકાલથી લોકડાઉન લાગુ કરવામાં આવશે. રાજ્યના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતના જણાવ્યા પ્રમાણે આજથી જનતા કર્ફ્યુ લાદવામાં આવશે. જે 10 ઓગસ્ટ સુધી રહેશે. રાત્રે 8 થી સવારે 6 વાગ્યા સુધી જનતા કર્ફ્યુ રહેશે. માત્ર મેડિકલ સર્વિસને જ મંજૂરી આપવામાં આવશે.


સીએમ પ્રમોદ સાવંતે કહ્યું, સંપૂર્ણ લોકડાઉન આ સપ્તાહના શુક્રવાર, શનિવાર અને રવિવારે લાદવામાં આવશે. ગોવામાં કોરોના સંક્રમિતોની સંખ્યા 2,753 પર પહોંચી છે અને 18 લોકોના મોત થયા છે. હાલ રાજ્યમાં 1128 એક્ટિવ કેસ છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં 582 લોકોના મોત થયા છે અને 29,429 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે. દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 9,26,181 પર પહોંચી છે અને 24,309 લોકોના મોત થયા છે. 5,92,032 લોકો સાજા થઈ ગયા છે અને 3,19,681 એક્ટિવ કેસ છે.

RIL AGM: મુકેશ અંબાણીએ 5Gને લઈ શું કરી મોટી જાહેરાત, જાણો વિગત