રાંચીઃ દેશભરમાં લૉકડાઉન ચાલી રહ્યું છે, ત્યારે એક મોટા સમાચાર ઝારખંડમાં સામે આવ્યા છે. ઝારખંડની રાજધાની રાંચીમાંથી હિન્દીપીઢીમાંથી 17 વિદેશી તબલીગી જમાતીઓને પકડાયા છે. 17 વિદેશી સાથે કુલ 18 લોકોને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવાનો કોર્ટે આદેશ આપ્યો છે.


ટૂરિસ્ટ વિઝા લઇને ભારતમાં ધર્મ પ્રચાર કરનારા તબલીગી જમાત સાથે જોડાયેલા આ 17 વિદેશીઓ પર કાયદેસરની કાર્યવાહી શરૂ થઇ ગઇ છે. બધા પર વિઝા ઉલ્લંઘનનો આરોપ લગાવવામાં આવ્યો છે. ખરેખરમાં, રાંચી પોલીસે લૉકડાઉન દરમિયાન હિન્દીપીઢીની એક મસ્જિદમાં સંતાયેલા 17 વિદેશી સહિત 23 લોકોને પકડીને ક્વૉરન્ટાઇન માટે ખેલ ગામમાં મોકલી દીધા હતા.

આ બધાની વચ્ચે વેસ્ટઇન્ડિઝથી આવેલો એક જમાતી કોરોના પૉઝિટીવ નીકળ્યો, પોલીસે કોરોના પૉઝિટીવ દર્દીને રિમ્સને કૉવિડ વૉર્ડમાં મોકલી દીધો છે. બાકી બધા જમાતીઓને ખેલ ગામ સ્થિત ક્વૉરન્ટાઇન સેન્ટરમાં નજર હેઠળ રાખવામાં આવ્યા છે. બધા જમાતીઓની ફરી એકવાર તપાસ કરવામાં આવશે, અને પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે.