નવી દિલ્લી: ભારતમાં કોરોના સંકટ હવે ફરી વધવા લાગ્યું છે. સતત બીજા દિવસે 40 હજારથી વધુ કોરોના કેસ નોંધાયા છે. કેરળ અને મહારાષ્ટ્રમાં ચિંતાજનક સ્તરે કોરોનાના કેસ વધી રહ્યાં છે. 20 મે બાદ કેરળમાં પહેલી વખત 30,007 કેસ નોંધાયા છે.જેના કારણે હાલ કોરોના વાયરસથી સંક્રમિતની સંખ્યા વધીને 39.13 લાખ થઈ ગઈ છે. સૂત્રો દ્રારા મળતી માહિતી મુજબ કોરોનાની થર્ડવેવના સંકેત વચ્ચે આ બંને રાજ્યોમાં સંપૂર્ણ લોકડાઉન આવી શકે છે.
તો બીજી તરફ મહારાષ્ટ્રમાં પણ કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે. મહારાષ્ટ્રમાં લોકડાઉનમાં ઢીલ આપ્યાં બાદ જ સેકન્ડ વેવમાં કેસમાં વધારો થયો હતો આ સ્થિતિને જોતા ફેસ્ટિવલની સિઝનના ના અંતમાં ફરી કોવિડના કેસમાં વધારો થઇ શકે છે, રાજ્ય આરોગ્ય મંત્રી રાજેશ ટોપેએ આ મુદ્દે રાજ્ય કેબિનેટમાં ચેતાવણી આપતાં કહ્યું કે,
ભારતમાં કોરોના સંકટ હવે ફરી વધવા લાગ્યું છે. સતત બીજા દિવસે 40 હજારથી વધુ કોરોના કેસ નોંધાયા છે. આ સ્થિતિમાં મહારાષ્ટ્રમાં પણ વધતા જતાં સંક્રમણને જોતા રાજ્ય આરોગ્ય મંત્રી રાજેશ ટોપેએ એક અગત્યની ચેતાવણી પણ આપી છે. મહરાષ્ટ્ર રાજયની મળેલી કેબિનેટની બેઠકમાં મહારાષ્ટ્રના આરોગ્ય મંત્રી રાજેશ ટોપેએ જણાવ્યું કે. “ફેસ્ટીવલની સિઝન ખતમ થઇ જતાંની સાથે જ મહારાષ્ટ્રમાં કોવિડની થર્ડ વેવ ત્રાટકશે. ઓક્ટબરના અંત અથવા તો નવેમ્બરના પહેલા સપ્તાહમાં કોવિડની થર્ડ વેવ મહારાષ્ટ્રમાં દસ્તક આપશે”. રાજેશ ટોપેએ સ્થિતિનું અનુમાન કરતા ચેતાવણી આપતા બેઠકમાં જણાવ્યું કે, થર્ડ વેવમાં 60 લાખ લોકો ઇન્ફેક્ટેડ થશે જેમાંથી અદાજિત 13 લાખ લોકોને ઓક્સિજનની જરૂર પડશે. મહારાષ્ટ્ર આરોગ્ય મંત્રી રાજેશ ટોપેએ કેબિનેટની બેઠકમાં એ પણ જણાવ્યું કે, મહારાષ્ટ્રે થર્ડ વેવેની તૈયારીના ભાગરૂપે તેની ઓક્સિજનની કેપેસિટી વધારવી જોઇએ.કોરોનાની વધતી જતી સ્થિતિને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્ર અને કેરળ એમ બંને રાજ્યોમા સંપૂર્ણ લોકડાઉનના સંકેત મળી રહ્યાં છે.