Lok sabha election result 2024: સમગ્ર દેશની નજર રાજસ્થાનની 25 લોકસભા સીટો પર છે. સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ ગઈ છે. ચૂંટણી પંચે કુલ 56 મતગણતરી નિરીક્ષકોની નિમણૂક કરી છે. NDA 13 બેઠકો પર આગળ છે. ઈન્ડિયા ગઠબંધન 12 બેઠકો પર આગળ છે જ્યારે અન્ય 3 બેઠકો પર આગળ છે. મતગણતરીના શરુઆતના વલણોમાં કૉંગ્રેસનું પ્રદર્શન રાજસ્થાનમાં ખૂબ જ સારુ જોવા મળી રહ્યું છે.
રાજસ્થાનમાં કૉંગ્રેસે ચોંકાવ્યા
રાજસ્થાન લોકસભાની 25 બેઠકો પર મતગણતરીને બે કલાક પસાર થઈ ગયા છે. લોકસભા ચૂંટણીના બંને તબક્કામાં રાજસ્થાનની તમામ 25 બેઠકો માટે કુલ 266 ઉમેદવારો મેદાનમાં છે. અત્યાર સુધીના ટ્રેન્ડ મુજબ ઘણી બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારો આગળ ચાલી રહ્યા છે. જ્યારે અજમેર, અલવર, બિકાનેર, જયપુર, પાલી, જોધપુર, જાલોર, ઉદયપુર, ચિત્તોડગઢ, રાજસમંદ, ભીલવાડા, કોટા, ઝાલવાડ-બારણ બેઠકો પર ભાજપના ઉમેદવારો આગળ ચાલી રહ્યા છે.
પ્રથમ તબક્કામાં 19 એપ્રિલે 102 બેઠકો પર મતદાન થયું હતું
પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલે થયું હતું. આ સમયગાળા દરમિયાન 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાન થયું હતું. પ્રથમ તબક્કામાં લોકસભાની કુલ 102 બેઠકો પર મતદાન થયું હતું.
બીજો તબક્કામાં 26 એપ્રિલે 89 બેઠકો પર મતદાન થયું હતું
બીજા તબક્કાનું મતદાન 26 એપ્રિલે થયું હતું. બીજા તબક્કામાં દેશોના 13 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં મતદાન થયું હતું. દેશની 89 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી.
ત્રીજા તબક્કામાં 7મેના રોજ 94 બેઠકો પર મતદાન થયું હતું
ત્રીજા તબક્કામાં 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 94 લોકસભા બેઠકો પર મતદાન થયું હતું.
ચોથા તબક્કામાં 13 મેના રોજ 96 બેઠકો પર મતદાન થયું હતું
ચોથા તબક્કા હેઠળ 13 મેના રોજ મતદાન થયું હતું. આ સમયગાળા દરમિયાન દેશના 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 96 લોકસભા બેઠકો પર મતદાન થયું હતું.
પાંચમા તબક્કામાં 20 મેના રોજ 49 બેઠકો પર મતદાન થયું હતું
પાંચમા તબક્કાનું મતદાન 20 મેના રોજ થયું હતું. આ સમયગાળા દરમિયાન 8 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 49 લોકસભા બેઠકો પર મતદાન થયું હતું.
છઠ્ઠા તબક્કામાં 25 મેના રોજ 57 બેઠકો પર મતદાન થયું હતું
છઠ્ઠા તબક્કામાં 25 મેના રોજ મતદાન થયું હતું. આ દિવસે દેશના સાત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 57 લોકસભા બેઠકો પર મતદાન થયું હતું.
સાતમા તબક્કામાં 57 સીટો પર 1 જૂને મતદાન થયું હતું
સાતમા અને અંતિમ તબક્કાનું મતદાન 1 જૂને થયું હતું. છેલ્લા તબક્કામાં 8 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાન થયું હતું. આ દરમિયાન 57 લોકસભા સીટો પર મતદાન થયું હતું.