Lok sabha election result : ચૂંટણી પંચના ડેટા અનુસાર, સવારે 9.30 વાગ્યા સુધીમાં સપા ઉત્તર પ્રદેશમાં 31 બેઠકો પર આગળ છે. જ્યારે ભાજપ 32 બેઠકો પર આગળ છે. કોંગ્રેસ 6 સીટો પર આગળ છે. જ્યારે આરએલડી 2 સીટ પર આગળ ચાલી રહી છે. અપનાદળ 1 બેઠક પર આગળ છે. યૂપીમાં ભાજપને મોટો ઝટકો લાગે તેમ લાગી રહ્યું છે. 


યુપીમાં સમાજવાદી પાર્ટી તેની વર્તમાન સીટો કરતા ચાર ગણી વધુ લોકસભા સીટો પર આગળ છે. ચૂંટણી પંચના તાજેતરના વલણો અનુસાર,  સપા ઉત્તર પ્રદેશમાં 31 બેઠકો પર આગળ છે. જ્યારે ભાજપ 32 બેઠકો પર આગળ છે. કોંગ્રેસ 6 સીટો પર આગળ છે. જ્યારે આરએલડી 2 સીટ પર આગળ ચાલી રહી છે. એસપી મેરઠ, બાગપત, ફિરોઝાબાદ, મૈનપુરી, એટા, અમલા, પીલીભીત, ધૌરહરા, મોહનલાલગંજ, સુલતાનપુર, ફરુખાબાદ, ઇટાવા, કૌશામ્બી, ફુલપુર, ફૈઝાબાદ, બહરાઇચ, આંબેડકરનગર, ડુમરિયાગંજ, બસ્તી, સંતકબીરનગર, કુશીનગર, ચંદૌલી, મિર્જાપુર, રોબર્ટ્સગંજ પર સમાજવાદી પાર્ટી આગળ છે.  કૉંગ્રેસ સહારનપુર, ગાજિયાબાદ, સીતાપુર, રાયબરેલી, બારાબંકીમાં આગળ છે.


પ્રથમ તબક્કામાં 19 એપ્રિલે 102 બેઠકો પર મતદાન થયું હતું

પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલે થયું હતું. આ સમયગાળા દરમિયાન 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાન થયું હતું. પ્રથમ તબક્કામાં લોકસભાની કુલ 102 બેઠકો પર મતદાન થયું હતું.

બીજો તબક્કામાં 26 એપ્રિલે  89 બેઠકો પર મતદાન થયું હતું

બીજા તબક્કાનું મતદાન 26 એપ્રિલે થયું હતું. બીજા તબક્કામાં દેશોના 13 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં મતદાન થયું હતું.  દેશની 89 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી.

ત્રીજા તબક્કામાં 7મેના રોજ 94 બેઠકો પર મતદાન થયું હતું

ત્રીજા તબક્કામાં 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 94 લોકસભા બેઠકો પર મતદાન થયું હતું.

ચોથા તબક્કામાં 13 મેના રોજ  96 બેઠકો પર મતદાન થયું હતું

ચોથા તબક્કા હેઠળ 13 મેના રોજ મતદાન થયું હતું. આ સમયગાળા દરમિયાન દેશના 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 96 લોકસભા બેઠકો પર મતદાન થયું હતું.

પાંચમા તબક્કામાં  20 મેના રોજ 49 બેઠકો પર મતદાન થયું હતું

પાંચમા તબક્કાનું મતદાન 20 મેના રોજ થયું હતું. આ સમયગાળા દરમિયાન 8 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 49 લોકસભા બેઠકો પર મતદાન થયું હતું.

છઠ્ઠા તબક્કામાં 25 મેના રોજ  57 બેઠકો પર મતદાન થયું હતું

છઠ્ઠા તબક્કામાં 25 મેના રોજ મતદાન થયું હતું. આ દિવસે દેશના સાત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 57 લોકસભા બેઠકો પર મતદાન થયું હતું.

સાતમા તબક્કામાં 57 સીટો પર 1 જૂને મતદાન થયું હતું

સાતમા અને અંતિમ તબક્કાનું મતદાન 1 જૂને થયું હતું. છેલ્લા તબક્કામાં 8 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાન થયું હતું. આ દરમિયાન 57 લોકસભા સીટો પર મતદાન થયું હતું.