Elections result 2024: લોકસભા ચૂંટણી 2024ના વલણમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ને બહુમતી મળતી દેખાઈ રહી છે. આ દરમિયાન મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે NDA સરકારનો શપથ ગ્રહણ સમારોહ 9 જૂને થઈ શકે છે. રાષ્ટ્રપતિ ભવન દ્વારા એક નિવેદન બહાર પાડવામાં આવ્યું છે. આ નિવેદન અનુસાર, રાષ્ટ્રપતિ ભવનનું સર્કિટ-1 બુધવાર (5 જૂન) થી 9 જૂન સુધી સામાન્ય લોકો માટે બંધ રહેશે. આ દરમિયાન રાષ્ટ્રપતિ ભવનમાં નવી સરકારના શપથ ગ્રહણની તૈયારીઓ કરવામાં આવશે. 


લોકસભાની 542 સીટો પર મંગળવારે (4 જૂન) મતગણતરી શરૂ થઈ હતી. એનડીએ પ્રારંભિક વલણોમાં તેની લીડ જાળવી રાખી હતી. જોકે, બાદમાં ઈન્ડિયા એલાયન્સની સીટો વધી હતી. આ પછી એનડીએ અને ઈન્ડિયા ગઠબંધન વચ્ચે કાંટે કી ટક્કર જોવા મળી હતી.


આ રાજ્યોમાં ભાજપને નુકસાન થયું છે


ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર એનડીએ ગઠબંધન 290થી વધુ બેઠકો પર આગળ છે, જેમાંથી ભાજપ એકલી 240 બેઠકો પર આગળ છે. જ્યારે ઈન્ડિયા એલાયન્સ 230 સીટો પર આગળ છે. જેમાં કોંગ્રેસ પાર્ટીએ 100 સીટો પર લીડ જાળવી રાખી છે. મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ અને ઉત્તર પ્રદેશમાં ભાજપને સૌથી વધુ નુકસાન થયું છે. 2019ની સરખામણીમાં અહીં ભાજપની બેઠકોમાં ઘટાડો થયો છે. આ રાજ્યોમાં ઈન્ડિયા એલાયન્સમાં સામેલ પક્ષો આગળ છે.


લોકસભા ચૂંટણીના વલણો ઇન્ડિયા ગઠબંધન માટે મોટી આશા બની ગયા છે, જો કે અત્યાર સુધી ગઠબંધન 272ના જાદુઈ આંકડાથી દૂર જણાય છે. જો ટ્રેન્ડ બદલાય છે તો ઇન્ડિયા ગઠબંધનને લગભગ 30 સીટોની જરૂર પડી શકે છે, આ માટે બહુમતીમાં દેખાઈ રહેલ NDAને તોડવું પણ જરૂરી છે. આ માટે ટીડીપી અને જેડીયુ ઇન્ડિયા ગઠબંધન માટે મોટો વિકલ્પ બની શકે છે. લોકસભા ચૂંટણીમાં બિહારમાં જેડીયુ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે, જે હાલમાં 16 સીટો પર ચૂંટણી લડી રહી છે. બીજી તરફ ટીડીપી 15 સીટો પર આગળ છે.


લોકસભા ચૂંટણી 2024 ઘણી રીતે ચોંકાવનારી રહી છે. ઉત્તર પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. અહીં કોંગ્રેસે સમાજવાદી પાર્ટી સાથે મળીને ભાજપના ગઢમાં ગાબડું પાડ્યું છે. ગત વખતે ઉત્તર પ્રદેશમાં ભાજપને 62 બેઠકો મળી હતી જ્યારે એનડીએને કુલ 64 બેઠકો મળી હતી.