નવી દિલ્હીઃ જ્યારે પણ તમે ટીવીમાં કે કોઇ વીડિયોમાં લોકસભની કાર્યવાહી જુઓ છો, તો તમને એક મોટો હૉલ દેખાશે, તેમાં બેઠક વ્યવસ્થા ગોઠવેલી જોવા મળશે. આ સીટો પર સાંસદો બેસે છે અને બિલકુલ તેમની સામે જજની સીટ હોય છે, એટલે કે સ્પીકરની બેઠક વ્યવસ્થા જોવા મળે છે. 


તમે જોયુ હશે કે સૌથી નીચેની બાજુએ જમણીબાજુએ વડાપ્રધાન બેસે છે, જ્યારે લેફ્ટ સાઇડમાં વિપક્ષના સાંસદો બેસે છે. તમામ સાંસદોની બેઠક નક્કી હોય છે, અને તમામ સાંસદો નક્કી કરેલી બેઠક પર જ બેસેલા હોય છે. અહીં 545 સાંસદોની એકસાથે બેસવાની વ્યવસ્થા હોય છે. પરંતુ શું તમે જાણો છો કે આ લગભગ 545 સીટોમાં એક સીટ ખાસ છે. 


ખરેખરમાં, ખાસ સીટનો નંબર છે 420. આ ખાસને ખાસ હોવાનું કારણે છે આ સંસદમાં 420 નંબરની બેઠક જ નથી હોતી, અને 420માં નંબરની સીટ માટે કંઇક અલગ જ લખેલુ હોય છે. જાણો આવુ કેમ હોય છે કે સંસદમાં 420 નંબરની સીટ નથી હોતી અને તે સીટને કયો નંબર આપવામાં આવેલો હોય છે.


નથી 420 નંબરની સીટ ?
તમે જોયુ હશે કે કેટલાય માળની બિલ્ડિંગ હોય છે, પરંતુ આ બિલ્ડિંગમાં 13મા નંબરનો ફ્લૉર જ નથી હોતો. એટલે આમ જોઇએ તો ફ્લૉર 13મા નંબરનો જ હોય છે, પરંતુ તેને 14મો માળ કહેવામાં આવે છે. આ બિલ્ડિંગમાં 12 પછી સીધો 14મા માળનો નંબર આવે છે. આવી જ કંઇક કહાણી છે 420 નંબરની સીટની. ખરેખરમાં 420 નંબર નકલી, છેતરપિંડી, વગેરે કામો માટે વપરાય છે, આવામાં સંસદમાં 420 નંબરની સીટ નથી હોતી. જાણો અહીં.... 






તો પછી તે સીટ પર શું લખેલુ હોય છે ?
હવે સવાલ છે કે, જ્યારે સીટ પર 420 નથી લખેલુ હોતુ, તો શું 421 લખેલુ હોય છે. ખરેખરમાં, હવે આ સીટને નંબર 419-A આપવામાં આવ્યો છે. આ વાતની પુષ્ટી પણ ઓડિશાના ચાર વાર સાંસદ રહેલા Baijayant Jay Panda એ કરી હતી. જે અત્યારે બીજેપીના ઉપાધ્યક્ષ છે. તેમને થોડાક વર્ષો પહેલા પોતાના ટ્વીટમાં આ ખુરશીનો ફોટો શેર કર્યો હતો, અને 419 A વિશે બતાવ્યુ હતુ, તમે સબૂત તરીકે નીચે આપવામાં આવેલુ ફોટો ટ્વીટ જોઇ શકો છો. 


15મી લોકસભામાં સીટોની વહેંચણી દરમિયાન 420માં નંબર પર આવનારા આસામ યૂનાઇટેડ ડેમૉક્રેટિક ફ્રન્ટ (AIUDF) ના સાસંદ બદરુદ્દીન અઝમલને 420 નંબરની જગ્યાએ 419-A નંબરની સીટ આપવામાં આવી હતી.