લખનઉ: સપા-બસપા ગઠબંધને એક યાદી જાહેર કરી છે જેનાથી એ નક્કી થઈ ગયું છે કે કઈ બેઠકો પર સપા ચૂંટણી લડશે અને કઈ બેઠકો પરથી બસપા પોતાના ઉમેદવાર મેદાનમાં ઉતારશે. આ જાહેર થયેલી યાદી મુજહ સમાજવાદી પાર્ટી 37 બેઠકો પર ચૂંટણી લડશે જ્યારે બહુજન સમાજ પાર્ટી 38 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉતારશે.


રામપુર, મૈનપુરી, બરેલી,પિલીભાત, વારાણસી, કૈરાના, મુરાદાબાદ, સંભલ, ગાજિયાબાદ, હાથરસ, મિર્જાપુરથી સમાજવાદી પાર્ટી પાર્ટી ચૂંટણી લડશે જ્યારે અલીગઢ, બુલંદશહેર, આગરા,ગૌતમ બુદ્ધ નગર, મેરઠ, શાહજહાંપુર, સીતાપુર, દેવરિયાથી બહુજન સમાજ પાર્ટી ચૂંટણી મેદાનામાં ઉતરશે.

રાષ્ટ્રીય લોક દળને ગઠબંધનમાં ત્રણ બેઠકો મળી છે. મથુરા, મુઝફ્ફરનગર અને બાગપત. રાલોદે પણ કહ્યું છે કે તેઓ ગઠબંધનની સાથે રહેશે અને કૉંગ્રેસ સાથે નહી જાય. ઉલ્લેખનીય છે કે ચર્ચાઓ હતી કે કૉંગ્રેસ શિવપાલ અને જયંત ચૌધરી સાથે સંપર્કમાં છે અને તેઓ સાથે મળી ગઠબંધન કરી શકે છે.