UP ATS interrogated Seema Haider: પાકિસ્તાની મહિલા સીમા હૈદર અને સચિનની લવસ્ટોરી દેશભરમાં ચર્ચાનો વિષય બની છે. આ દરમિયાન સીમા હૈદર પર પાકિસ્તાની જાસૂસ હોવાનો આરોપ પણ લગાવવામાં આવી રહ્યો છે. હવે આ કેસમાં યુપી એટીએસ એક્શન મોડમાં આવી ગઈ છે અને યુપી એટીએસની ટીમ પાકિસ્તાની રહેવાસી સીમા હૈદરને કસ્ટડીમાં લીધી છે અને એટીએસે સીમા હૈદરની ગુપ્ત જગ્યાએ પૂછપરછ શરૂ કરી છે. 


સીમા હૈદર શરૂઆતથી એટીએસના રડાર પર હતી. તે તેના પ્રેમી સચિનને ​​મળવા માટે નેપાળ થઈને ભારત આવી હતી. હવે એટીએસની ટીમ વોટ્સએપ ચેટ અને તમામ પુરાવાના આધારે વધુ પૂછપરછ હાથ ધરશે.


આ સાથે સીમાના આઈડી કાર્ડ હાઈ કમિશનને મોકલવામાં આવ્યા છે.જેમાં જાણવા મળ્યું છે કે, સીમાના કાકા પાકિસ્તાન આર્મીમાં સુબેદાર છે. જ્યારે સીમાનો ભાઈ પાકિસ્તાની સેનામાં સૈનિક છે. ભારતની સુરક્ષા એજન્સી હવે સરહદ પર પૂછપરછ કરશે. લવ સ્ટોરીથી લઈને ભારત આવવા સુધીના તમામ પાસાઓ પર પૂછપરછ કરવામાં આવી રહી છે. યુપીના એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું હતું કે. સીમા પાકિસ્તાની નાગરિક છે અને તેના આવવાને લઈને અનેક પહેલીઓ છે. આ સ્થિતિમાં તેની પૂછપરછ કરવી જરૂરી છે, તેથી દેશની સુરક્ષા સાથે સંકળાયેલી આવી તમામ એજન્સીઓ તેની પૂછપરછ કરશે.


એટીએસ સીમા હૈદરના દરેક નિવેદન અને તેના બોલવાની રીતનું પણ વિશ્લેષણ કરી રહી છે. સીમા હૈદર પાકિસ્તાનના કરાચીથી દુબઈ ગઈ, અને ત્યાર બાદ નેપાળ થઈને ભારતમાં પ્રવેશી હતી. આ વાત એટીએસને ખટકી રહી છે. એટીએસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે, પાકિસ્તાનથી ભારત આવતી વખતે તેણી કોના સંપર્કમાં આવી હતી અને સીમાને કોણે મદદ કરી હતી. આ સાથે એ પણ તપાસ કરવામાં આવી રહી છે કે, સીમા હૈદરે તેના સિમ માટે કોની સાથે વાત કરી હતી. તેની પાસે કેટલા મોબાઈલ ફોન અને મોબાઈલ નંબર છે. સીમાના પતિએ પાકિસ્તાનમાં જે રીતે દાવા કર્યા છે, તેમાં એટલી સત્યતા છે. જો ATSની તપાસમાં વિસંગતતા જણાય તો સીમાની પણ ધરપકડ થઈ શકે છે.


સીમા અને સચિન મીના 2019 માં PUBG રમતી વખતે એકબીજાના સંપર્કમાં આવ્યા અને પછી તેમની લવ સ્ટોરી શરૂ થઈ. ત્યાર બાદ 13 મે, 2023ના રોજ સીમા હૈદર નેપાળ થઈને બસમાં બેસીને ભારત આવી હતી. ઉત્તર પ્રદેશ પોલીસ અનુસાર, સીમા અને સચિન ગ્રેટર નોઈડાના રબુપુરા વિસ્તારમાં રહે છે, જ્યાં સચિન કરિયાણાની દુકાન ચલાવે છે. જ્યારે પોલીસે સીમાને 4 જુલાઈના રોજ તેના ચાર બાળકો સાથે નેપાળમાં વિઝા વિના ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશ કરવા બદલ ધરપકડ કરી હતી. આ સાથે સચિનને ​​ગેરકાયદેસર શરણાર્થીને આશરો આપવાના આરોપમાં જેલમાં મોકલવામાં આવ્યો હતો. જોકે બાદમાં બંનેને છોડી મુકવામાં આવ્યા હતા અને હવે ફરીથી યુપી એટીએસે સીમાની પૂછપરછ માટે અટકાયત કરી છે.


https://t.me/abpasmitaofficial