શોધખોળ કરો

ગેસ બુકિંગના નામે મોટી છેતરપિંડી: શું તમને પણ 'સ્પેશિયલ ઓફર' વાળો મેસેજ મળ્યો છે?

મિડલ ઈસ્ટના તણાવની અફવાઓ વચ્ચે ગઠિયાઓ સક્રિય, ડિજિટલ ઈન્ડિયાએ આપી ચેતવણી - ગેસ એજન્સીના નામે આવતી નકલી લિંક અને 'લિમિટેડ ટાઈમ ઑફર્સ'થી બચો.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • મિડલ ઈસ્ટ તણાવને કારણે ગેસ અછતની અફવાઓ ફેલાઈ.
  • ઠગો 'સ્પેશિયલ ઓફર'ના બહાને છેતરપિંડી કરી રહ્યા છે.
  • સરકાર ખાતરી આપે છે કે ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ.
  • અજાણી લિંક પર ક્લિક ન કરો, mylpg.in તપાસો.

LPG gas booking fraud: હાલમાં મિડલ ઈસ્ટ (પશ્ચિમ એશિયા)માં ચાલી રહેલા તણાવની અસર ભારતમાં પણ જોવા મળી રહી છે. દેશના કેટલાક ભાગોમાં ગેસની અછત હોવાની અફવાઓ વચ્ચે સાયબર ઠગો સક્રિય થઈ ગયા છે. આ ગઠિયાઓ લોકોને 'સ્પેશિયલ ગેસ ઓફર' અથવા 'લિમિટેડ ટાઈમ ઓફર'ના નામે આકર્ષક મેસેજ મોકલીને લલચાવી રહ્યા છે અને તેમની સાથે છેતરપિંડી કરી રહ્યા છે. જો તમારા ફોન પર પણ આવો કોઈ મેસેજ આવ્યો હોય, તો તમારે તરત જ ચેતી જવાની જરૂર છે, નહીં તો મોટું નુકસાન થઈ શકે છે.

અફવાઓથી ગભરાવવાની જરૂર નથી

ભારત સરકારે જનતાને સ્પષ્ટ ખાતરી આપી છે કે દેશમાં પેટ્રોલ, ડીઝલ, LPG ગેસ અને અનાજનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. તેમ છતાં, કૌભાંડીઓ આ પરિસ્થિતિનો ફાયદો ઉઠાવી રહ્યા છે. તેઓ લોકોને ગેસ ખતમ થઈ જવાનો ડર બતાવીને ઉતાવળમાં ખોટા નિર્ણયો લેવા મજબૂર કરે છે.

ઠગો કેવી રીતે જાળ બિછાવે છે?

આ કૌભાંડીઓ તમને છેતરવા માટે નવી-નવી તરકીબો અપનાવી રહ્યા છે:

પ્રાયોરિટીનો દાવો: ગઠિયાઓ મેસેજમાં એવું કહે છે કે આ ખાસ ઓફર માટે 'પ્રાથમિકતા' (Priority) ના આધારે માત્ર તમારી જ પસંદગી કરવામાં આવી છે.

ખોટો ડર: લિમિટેડ સ્ટોકની અફવાઓ ફેલાવીને ગ્રાહકોને ઉતાવળમાં તેમની આપેલી લિંક પર ક્લિક કરવા કે પેમેન્ટ કરવા મજબૂર કરે છે.

નકલી ડીલરશીપની જાળ: કેટલાક ઠગો તો નકલી "એપ્રુવલ લેટર" (મંજૂરી પત્રો) મોકલીને LPG ડીલરશીપ આપવાના બહાને લોકો પાસે રિફંડપાત્ર ફી પણ માંગે છે, જે સદંતર છેતરપિંડી છે.

ડિજિટલ ઈન્ડિયાની ચેતવણી

'ડિજિટલ ઈન્ડિયા'એ તેના સત્તાવાર X (અગાઉનું ટ્વિટર) એકાઉન્ટ પર પોસ્ટ કરીને લોકોને આ કૌભાંડોથી સાવચેત રહેવા જણાવ્યું છે. તેમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે છેતરપિંડી કરનારાઓ જાણીજોઈને "લિમિટેડ ટાઈમ ઓફર"નો ઉપયોગ કરે છે, જેથી લોકો વિચાર્યા વગર તરત રિએક્ટ કરે.

યાદ રાખો કે, સરકારી એજન્સીઓ અથવા BPCL, HP અને ઈન્ડિયન ઓઈલ જેવી ઓઈલ કંપનીઓ ક્યારેય પણ ગ્રાહકોને "લિમિટેડ ટાઈમ" વાળી લિંક સાથેના મેસેજ મોકલતી નથી. જો તમને કોઈ અજાણ્યા નંબર કે ઈમેલ પરથી આવી કોઈ ઓફર મળે, તો સમજી લેજો કે તે એક કૌભાંડ છે. LPG સંબંધિત કોઈપણ સાચી માહિતી, સત્તાવાર ઑફર કે અપડેટ જાણવા માટે માત્ર સરકારી પોર્ટલ mylpg.in ની જ મુલાકાત લો અને કોઈપણ અજાણી લિંક પર ક્લિક કરવાનું ટાળો.

Frequently Asked Questions

LPG ગેસ બુકિંગના નામે છેતરપિંડી કેમ થઈ રહી છે?

મધ્ય પૂર્વના તણાવને કારણે ગેસની અછતની અફવાઓ ફેલાવીને સાયબર ઠગ 'સ્પેશિયલ ગેસ ઓફર'ના નામે લાલચ આપીને લોકોને છેતરી રહ્યા છે.

શું દેશમાં LPG ગેસની અછત છે?

ના, ભારત સરકારે ખાતરી આપી છે કે દેશમાં LPG ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. અફવાઓથી ગભરાવાની જરૂર નથી.

ઠગ લોકો LPG ડીલરશીપ આપવાના નામે કેવી રીતે છેતરપિંડી કરે છે?

કેટલાક ઠગ નકલી મંજૂરી પત્રો મોકલીને LPG ડીલરશીપ આપવાના બહાને લોકો પાસેથી રિફંડપાત્ર ફી માંગે છે, જે એક છેતરપિંડી છે.

LPG ગેસ સંબંધિત સાચી માહિતી ક્યાંથી મેળવી શકાય?

LPG સંબંધિત કોઈપણ સાચી માહિતી માટે માત્ર સરકારી પોર્ટલ mylpg.in ની મુલાકાત લો. કોઈપણ અજાણી લિંક પર ક્લિક કરવાનું ટાળો.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Kerala New CM: કેરળની રાજનીતિનો નવો યુગ, જાણો કોણ છે નવા સીએમ વી.ડી.સતીશન
Kerala New CM: કેરળની રાજનીતિનો નવો યુગ, જાણો કોણ છે નવા સીએમ વી.ડી.સતીશન
દિલ્હી, પંજાબ અને મહારાષ્ટ્રમાં થશે SIR, EC એ જાહેર કરી 16 રાજ્ય-3 કેન્દ્ર શાસિત પ્રદેશોની યાદી
દિલ્હી, પંજાબ અને મહારાષ્ટ્રમાં થશે SIR, EC એ જાહેર કરી 16 રાજ્ય-3 કેન્દ્ર શાસિત પ્રદેશોની યાદી
Bareilly Video: ગજબ, ભારે આંધી-વંટોળમાં ટીન શેડ સાથે ઉડ્યો યુવાન, આકાશમાં દેખાયો 'સુપરમેન', વીડિયો વાયરલ
Bareilly Video: ગજબ, ભારે આંધી-વંટોળમાં ટીન શેડ સાથે ઉડ્યો યુવાન, આકાશમાં દેખાયો 'સુપરમેન', વીડિયો વાયરલ
દેવાસમાં ફટાકડાની ફેક્ટરીમાં મોટો વિસ્ફોટ; 15 લોકોના મોતની આશંકા, સ્થાનિક લોકોએ લગાવ્યા ગંભીર આરોપ
દેવાસમાં ફટાકડાની ફેક્ટરીમાં મોટો વિસ્ફોટ; 15 લોકોના મોતની આશંકા, સ્થાનિક લોકોએ લગાવ્યા ગંભીર આરોપ
Advertisement

વિડિઓઝ

PM Modi Appeal : PM મોદીની અપીલ બાદ ભાજપ શાસિત રાજ્યોએ શું લીધો નિર્ણય?
Fertilizer Price Hike : ખેડૂતો માટે માઠા સમાચાર ખાતરના ભાવમાં ધરખમ વધારો
Hun To Bolish : હું તો બોલીશ : કોના બાપની દિવાળી ?
Hun To Bolish : હું તો બોલીશ : પોલીસ નહીં કાઢે વરઘોડો
Summer Vacation : ઉનાળુ વેકેશનમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓનો ધસારો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દેવાસમાં ફટાકડાની ફેક્ટરીમાં મોટો વિસ્ફોટ; 15 લોકોના મોતની આશંકા, સ્થાનિક લોકોએ લગાવ્યા ગંભીર આરોપ
દેવાસમાં ફટાકડાની ફેક્ટરીમાં મોટો વિસ્ફોટ; 15 લોકોના મોતની આશંકા, સ્થાનિક લોકોએ લગાવ્યા ગંભીર આરોપ
આખરે કેરળના નવા મુખ્યમંત્રીના નામની કરવામાં આવી જાહેરાત, જાણો કોંગ્રેસે કયા દિગ્ગજ નેતાની કરી પસંદગી
આખરે કેરળના નવા મુખ્યમંત્રીના નામની કરવામાં આવી જાહેરાત, જાણો કોંગ્રેસે કયા દિગ્ગજ નેતાની કરી પસંદગી
Delhi Gangrape Case: દિલ્લીમાં ફરી નિર્ભયાકાંડ, ચાલતી બસમાં સામુહિક દુષ્કર્મ બાદ મહિલાને રોડ પર ફેંકી
Delhi Gangrape Case: દિલ્લીમાં ફરી નિર્ભયાકાંડ, ચાલતી બસમાં સામુહિક દુષ્કર્મ બાદ મહિલાને રોડ પર ફેંકી
મોંઘવારીનો મોટો વિસ્ફોટ,એપ્રિલમાં જથ્થાબંધ ફુગાવો 8.30% પર પહોંચ્યો, 42 મહિનાનો રેકોર્ડ તોડ્યો
મોંઘવારીનો મોટો વિસ્ફોટ,એપ્રિલમાં જથ્થાબંધ ફુગાવો 8.30% પર પહોંચ્યો, 42 મહિનાનો રેકોર્ડ તોડ્યો
સંકટની વચ્ચે મોદી સરકારનો મોટો નિર્ણય, ભારત દુનિયાને ખાંડની નિકાસ નહિ કરે. મૂક્યો પ્રતિબંધ
સંકટની વચ્ચે મોદી સરકારનો મોટો નિર્ણય, ભારત દુનિયાને ખાંડની નિકાસ નહિ કરે. મૂક્યો પ્રતિબંધ
Weather forecast: રાજ્યમાં ભીષણ ગરમીની આગાહી, રાજકોટ સહિત આ જિલ્લામાં ગરમીનું યલો એલર્ટ
Weather forecast: રાજ્યમાં ભીષણ ગરમીની આગાહી, રાજકોટ સહિત આ જિલ્લામાં ગરમીનું યલો એલર્ટ
વૈશ્ચિક અનિશ્ચિતતા વચ્ચે સોના-ચાંદીની કિંમતમાં અપ્સ ડાઉન, જાણો લેટેસ્ટ કિંમત
વૈશ્ચિક અનિશ્ચિતતા વચ્ચે સોના-ચાંદીની કિંમતમાં અપ્સ ડાઉન, જાણો લેટેસ્ટ કિંમત
ચીનમાં જિનપિંગને મળ્યા ટ્રમ્પ, મીટિંગમાંથી નીકળ્યો તગડો મેસેજ - 'અમે સાથે મળીને દુનિયાને...'
ચીનમાં જિનપિંગને મળ્યા ટ્રમ્પ, મીટિંગમાંથી નીકળ્યો તગડો મેસેજ - 'અમે સાથે મળીને દુનિયાને...'
Embed widget