LPG PNG connection rules 2026: દેશમાં પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ અને ગેસની અછત વચ્ચે કેન્દ્ર સરકારે સામાન્ય માણસને મોટી રાહત આપતો એક નિર્ણય લીધો છે. ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે ક્રૂડ ઓઈલ મોંઘુ થઈ રહ્યું છે, ત્યારે સરકારે ગેસ સપ્લાય અને કનેક્શન માટે એક નવો માસ્ટર પ્લાન બનાવ્યો છે. નવા નિયમ મુજબ, જો તમે ઘરે પાઇપલાઇન વાળો ગેસ (PNG) લો છો, તો પણ તમારે તમારું જૂનું રાંધણ ગેસ (LPG) કનેક્શન કાયમ માટે જમા કરાવવાની કે છોડવાની જરૂર રહેશે નહીં. આનાથી એવા લાખો લોકોને ફાયદો થશે જેઓ નોકરી કે ભણતરના કારણે વારંવાર શહેર બદલતા હોય છે.

LPG કનેક્શન અંગે મૂંઝવણનો અંત

સોમવારે કેન્દ્ર સરકારે LPG કનેક્શનના નિયમોમાં એક બહુ મોટો અને સારો ફેરફાર કર્યો છે. અત્યાર સુધી એવું હતું કે જ્યારે તમે ઘરમાં PNG (પાઇપ્ડ નેચરલ ગેસ) લગાવો, ત્યારે તમારે તમારું LPG કનેક્શન પાછું આપી દેવું પડતું. પણ હવે લાખો ગ્રાહકોને આ મૂંઝવણમાંથી મુક્તિ મળી છે. નવા નિયમો પ્રમાણે, જે ગ્રાહકો પાસે પહેલેથી જ LPG કનેક્શન છે અને તેઓ હવે PNG નો ઉપયોગ શરૂ કરે છે, તેમની પાસે બે શાનદાર વિકલ્પો રહેશે.

Continues below advertisement
Continues below advertisement

કયા 2 વિકલ્પો મળશે?

સરકારે ગ્રાહકોને તેમની અનુકૂળતા મુજબ નીચેના બે વિકલ્પો આપ્યા છે:

પહેલો વિકલ્પ: જો તમે ઈચ્છો તો PNG કનેક્શન ચાલુ થયાના 30 દિવસની અંદર તમારું જૂનું LPG કનેક્શન સંપૂર્ણપણે રદ કરાવી શકો છો.

બીજો વિકલ્પ (નવો અને ફાયદાકારક): જો તમે કનેક્શન રદ કરવા નથી માંગતા, તો તમે ગેસ કંપની પાસેથી એક 'ટ્રાન્સફર વાઉચર' મેળવી શકો છો. આ વાઉચરનો સૌથી મોટો ફાયદો એ છે કે, ભવિષ્યમાં જો તમારે કોઈ એવા શહેરમાં કે વિસ્તારમાં રહેવા જવાનું થાય જ્યાં PNG ની સુવિધા ન હોય, તો તમે આ વાઉચર બતાવીને તમારું જૂનું LPG કનેક્શન ફરીથી ચાલુ કરાવી શકશો.

આ પણ વાંચોઃ હવે આ લોકોને LPG સિલિન્ડર નહીં મળે, સરકારે તાત્કાલિક બહાર પાડ્યો આદેશ, જાણો નવો નિયમ

આ નિયમથી કોને થશે સૌથી વધુ ફાયદો?

સરકારના આ નવા નિયમથી અમુક ખાસ વર્ગના લોકોને ખૂબ જ મોટી રાહત મળશે:

ટ્રાન્સફરેબલ નોકરીવાળા: સરકારી કર્મચારીઓ, બેંકના કર્મચારીઓ કે પ્રાઈવેટ સેક્ટરમાં કામ કરતા લોકો જેમની વારંવાર બદલી (ટ્રાન્સફર) થતી હોય છે.

ભાડૂઆતો અને વિદ્યાર્થીઓ: જેઓ ભાડાના મકાનમાં રહે છે અને ઘર બદલતા રહે છે, તેમજ ભણવા માટે એક શહેરથી બીજા શહેરમાં જતા વિદ્યાર્થીઓ.

સ્થળાંતરિત પરિવારો: જે પરિવારો કામકાજ કે ધંધા-રોજગાર અર્થે એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરે છે.

હવે આ તમામ લોકો પોતાની સાથે માત્ર ટ્રાન્સફર વાઉચર રાખીને દેશમાં ગમે ત્યાં પોતાનું ગેસ કનેક્શન સરળતાથી ફરી શરૂ કરાવી શકશે.