Trending: જાણીતા ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા (M&M Chairman Anand Mahindra) પોતાના અલગ અંદાજવાળા ટ્વીટ કરવા માટે ફેમસ છે. આનંદ મહિન્દ્રા ટ્વિટર પર અવારનવાર વીડિયો શેર કરે છે અને જીવનપથ દર્શક વિચારો પણ શેર કરતા રહે છે. આનંદ ક્યારેક તેમના ફોલોવર્સ સાથે વાત પણ કરે છે અને તેમની સાથે સવાલ-જવાબ પણ કરતા હોય છે.


હમણાં જ આનંદ મહિન્દ્રાએ એક પોસ્ટ શેર કરી હતી જેમાં તેઓ અમેરિકામાં 4 જુલાઈના રોજ યોજાયેલા સમારોહ અને કાર્યક્રમોના ફોટો હતા. આ ફોટો શેર કરતાં તેમણે લખ્યું હતું કે, "મેનહટ્ટન 4 જુલાઈ સ્કાઈલાઈન" તેમણે એક વીડિયો પણ પોસ્ટ કર્યો જેમાં મેનહટ્ટનની આસપાસ ઉત્સવની ઉજવણી જોઈ શકાય છે.


આ ટ્વીટર પોસ્ટ પર થી ખબર પડે છે કે, આનંદ મહિન્દ્રા 4 જુલાઈએ અમેરિકામાં હતા, જે યુનાઈટેડ સ્ટેટ ઓફ અમેરિકાના સ્વતંત્રતા દિવસ રુપે મનાવામાં આવે છે. આનંદ મહિન્દ્રાની આ પોસ્ટ પર યુઝર્સે ઘણી કોમેન્ટ પણ કરી હતી. પરંતુ એક યુઝરે આનંદ મહિન્દ્રાને સવાલ કર્યો કે, શું તમે NRI (બિન નિવાસી ભારતીય) છો? આનંદ મહિન્દ્રાએ યુઝરના આ પ્રશ્નનો જવાબ ખુબ જ મનોરંજક અંદાજમાં આપ્યો હતો અને આ જવાબથી તેમણે લોકોનું દિલ જીતી લીધું હતું.




આનંદ મહિન્દ્રાએ આપ્યો સચોટ જવાબઃ
યુઝરના પ્રશ્નના જવાબમાં આનંદ મહિન્દ્રાએ લખ્યું કે, "બસ ન્યુયોર્કમાં પરિવારને મળવા આવ્યો છું, એટલા માટે એક HRI છું - Heart (always) residing in India, એટલે કે, દિલ હંમેશા ભારતમાં રહે છે." આનંદ મહિન્દ્રાએ આપેલા આ જવાબથી ટ્વીટર યુઝર્સ ખુશ થઈ ગયા હતા. તેમની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ખુબ ઝડપથી વાયરલ થઈ રહી છે.