નવી દિલ્હીઃ જો તમારી પાસે કોઈ લાંચ માગે તો તમે શું કરો? તો લાંચ આપશો? અને તમારી પાસે રૂપિયા ન હોય તો શું કરો? મધ્ય પ્રદેશના વિદિશા જિલ્લામાં એક રસપ્રદ કિસ્સો સામે આવ્યો છે. અહીંના સિરોંજ તાલુકામાં નાયબ મામલતદારે જ્યારે એક વ્યક્તિ પાસે 25 હજાર રૂપિયાની લાંચ માગી તો તેણે એસડીએમની ગાડી સાથે પોતાની બેંસ બાંધી દીધી. હવે આ ગાડી સાથે બાંધેલ ભેંસની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

સિરોઝના જ રહેવાસી ભુપેન્દ્ર સિંહનું કહેવું છે કે તે પાછલા 6 મહિનાથી પોતાના પરિવારની જમીનના ચક્કરમાં અધિકારીના ચક્કર કાપે છે પરંતુ તે કામ કરવાની ના પાડી રહ્યા છે અને લાંચ માગી રહ્યા છે. મારી પાસે પૈસા નથી. મારી પાસે મારી ભેંસ જ સૌથી વધુ કિંમતી છે. માટે મેં તેજ આપી દીધી છે.



જોકે ભુપેન્દ્રના આરોપને એસડીએમ સિદ્ધાર્થ સિંઘલે નકારી કાઢ્યા છે. તેણે કહ્યું કે, ભુપેન્દ્ર સિંહે આ બધુ પબ્લિસિટિ માટે કર્યું છે. જોકે ભુપેન્દ્રના પેન્ડિંગ કામ વિશે પુછવામાં આવ્યું તો તેમણે મૌન ધારણ કરી લીધુ.

લાંબી ચર્ચા બાદ ભુપેન્દ્ર સિંહ પોતાની ભેંસ પાછી લઈ ગયો અને પોતાનું મેમોરેન્ડમ મુખ્યમંત્રી માટે છોડી ગયા. તેમણે આ મેમોરેન્ડમને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટને સોંપી દીધુ છે. એસડીએમનું કહેવું છે કે ભુપેન્દ્ર સિંહ દ્વારા જે આરોપ લગાવવામાં આવી રહ્યા છે તેની તપાસ ચાલી રહી છે.