MahaKumbh 2025: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં 13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી 2025 દરમિયાન મહાકુંભ મેળો યોજાવા જઈ રહ્યો છે. જે વિશ્વની સૌથી મોટી ધાર્મિક ઘટનાઓમાંની એક છે. આ મેળો 12 વર્ષમાં એક વાર યોજાય છે. જો તમે પણ મેળામાં આવવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છો, તો અમે તમારા માટે ટેન્ટ બુકિંગ સંબંધિત માહિતી લઈને આવ્યા છીએ.
જ્યાં તમે મેળા દરમિયાન આરામદાયક રોકાણનો આનંદ માણી શકો છો. આ વર્ષે સમગ્ર વિશ્વમાંથી મેળામાં લાખો પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓ આવવાની અપેક્ષા છે આવી સ્થિતિમાં ભારતીય રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) "મહા કુંભ ગ્રામ" અને IRCTC ટેન્ટ સિટી સ્થાપવાનું આયોજન કરી રહ્યું છે. ચાલો જાણીએ કે તેનું બુકિંગ કેવી રીતે થશે.
IRCTC ટેન્ટ સિટી માટે આ રીતે બુકિંગ કરવું પડશે.
IRCTC ટેન્ટ સિટી મોટી સંખ્યામાં મહેમાનોને હેન્ડલ કરવા માટે વિવિધ ટેન્ટ ઓપ્શન પ્રદાન કરશે. ટેન્ટ માટે રિઝર્વેશન IRCTC ની સત્તાવાર વેબસાઇટ www.irctctourism.com દ્વારા કરી શકાય છે. પ્રવાસીઓ તેમની પસંદગીની તારીખ અને આવાસ પસંદ કરી શકે છે. આ સાથે પ્રવાસીઓ વ્હોટ્સએપ અને ટોલ ફ્રી લાઇનના માધ્યમથી કસ્ટર કેર સર્વિસ પર ટેન્ટ સંબંધિત માહિતી મેળવી શકે છે.
ટેન્ટની કેટેગરી
IRCTC ટેન્ટ સિટી અકોમોડેશન એટલે કે આવાસની 4 કેટેગરી છે જે આ પ્રકારે છે. ડિલક્સ, પ્રીમિયમ, ડીલક્સ ઓન રોયલ બાથ અને પ્રીમિયમ ઓન રોયલ બાથ છે. આ સાથે રૂમમાં ઉપલબ્ધ સુવિધાઓ અને શાહી સ્નાનને કારણે રૂમની કિંમત વધી શકે છે. બુકિંગ દરમિયાન તમારે જણાવવું પડશે કે તમને કયા પ્રકારનો રૂમ જોઈએ છે, જેના આધારે તમને ચૂકવણી કરવાનું કહેવામાં આવશે.
ટેન્ટના દર અહીંથી શરૂ થશે
મહા કુંભ મેળા દરમિયાન શાહી સ્નાનને ખૂબ જ શુભ માનવામાં આવે છે, તેથી શાહી સ્નાનની તારીખો પર લક્ઝરી રૂમની કિંમત 16,100 રૂપિયાથી શરૂ થાય છે, જ્યારે સિંગલ ઓક્યુપેન્સી માટેના દરો 10,500 રૂપિયાથી શરૂ થાય છે. ડબલ ઓક્યુપેન્સી માટેના દરો 12,000 થી 30,000 રૂપિયાની વચ્ચે છે. આ સિવાય વધારાના બેડ માટે 4,200 થી 10,500 રૂપિયા ચૂકવવા પડી શકે છે.
ટેન્ટ સિટીમાં વિવિધ પ્રકારની સેવાઓ પૂરી પાડવામાં આવે છે. જેથી અહીં કોઈપણ વ્યક્તિને કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે. અહીં બુફે સ્ટાઇલના ડાઇનિંગ હોલમાં ભોજન પીરસવામાં આવશે અને સાઇટ પર મેડિકલ સેવાઓ પણ આપવામાં આવશે. પરિવહન ઉપલબ્ધ રહેશે.
MahaKumbh 2025: મહાકુંભનો સમુદ્ર મંથન સાથે શું છે સંબંધ, જાણો તેનો ઇતિહાસ