આ વખતે ગંગા, યમુના અને અદ્રશ્ય સરસ્વતીના સંગમ પર યોજાનાર મહાકુંભમાં વિવિધ રાજ્યોમાંથી ખાણી-પીણીનો સંગમ જોવા મળશે. ઉત્તર પ્રદેશ રાજ્ય પ્રવાસન વિકાસ નિગમ લિમિટેડ (UPSTDC) PPP મોડ પર પ્રવાસીઓ અને ભક્તો માટે બે ફૂડ કોર્ટ તૈયાર કરી રહ્યું છે. પ્રથમ ફૂડ કોર્ટ સીએમપી ડિગ્રી કોલેજની સામે (પ્રયાગરાજમાં) લગભગ 25 હજાર ચોરસ ફૂટ જમીન પર બનાવવામાં આવશે. તેમાં સ્થાનિક અને વિવિધ પ્રાંતોની પ્રખ્યાત શાકાહારી વાનગીઓ ઉપલબ્ધ થશે.


તેમાં 15 બાય 15 ચોરસ ફૂટની 25 દુકાનો હશે, જેમાં ગુણવત્તાયુક્ત ભોજન ઉપલબ્ધ થશે. અહીં અલગ-અલગ રાજ્યોની ડીશ મળશે. મહાકુંભમાં વિવિધ પ્રાંતો અને વિશ્વભરમાંથી પ્રવાસીઓ આવશે. આવી સ્થિતિમાં તેમને તેમનું મનપસંદ ભોજન આપવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પરેડ ગ્રાઉન્ડમાં બીજું ફૂડ કોર્ટ બનાવવામાં આવી રહ્યું છે. મહાકુંભમાં દેશ-વિદેશમાંથી અંદાજે 40 થી 50 કરોડ ભક્તો-પ્રવાસીઓ આવવાની સંભાવના છે. તેમને વધુ સારો અનુભવ આપવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.


પર્યટન અને સંસ્કૃતિ મંત્રી જયવીર સિંહે કહ્યું કે મહાકુંભ-2025ની તૈયારીઓ લગભગ અંતિમ તબક્કામાં છે. સરકાર આ પ્રસંગને ભવ્ય અને દિવ્ય બનાવવા માટે સતત પ્રયાસો કરી રહી છે. પ્રવાસીઓ માટે સ્નાન, ધ્યાન, ફરવા, રોકાણ વગેરેની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ઘણા ટેન્ટ સિટી તૈયાર કરવામાં આવી રહ્યા છે. મહાકુંભની સાથે પ્રયાગરાજ, અયોધ્યા, કાશી, વિંધ્યાચલ વગેરે સ્થળોની મુલાકાત લેવા માટે પેકેજ તૈયાર કરવામાં આવ્યા છે.


IRCTC ટેન્ટ સિટી માટે આ રીતે બુકિંગ કરવું પડશે.


IRCTC ટેન્ટ સિટી મોટી સંખ્યામાં મહેમાનોને હેન્ડલ કરવા માટે વિવિધ ટેન્ટ ઓપ્શન પ્રદાન કરશે. ટેન્ટ માટે રિઝર્વેશન IRCTC ની સત્તાવાર વેબસાઇટ www.irctctourism.com દ્વારા કરી શકાય છે. પ્રવાસીઓ તેમની પસંદગીની તારીખ અને આવાસ પસંદ કરી શકે છે. આ સાથે પ્રવાસીઓ વ્હોટ્સએપ અને ટોલ ફ્રી લાઇનના માધ્યમથી કસ્ટર કેર સર્વિસ પર ટેન્ટ સંબંધિત માહિતી મેળવી શકે છે.


ટેન્ટની કેટેગરી


IRCTC ટેન્ટ સિટી અકોમોડેશન એટલે કે આવાસની 4 કેટેગરી છે જે આ પ્રકારે છે. ડિલક્સ, પ્રીમિયમ, ડીલક્સ ઓન રોયલ બાથ અને પ્રીમિયમ ઓન રોયલ બાથ છે. આ સાથે રૂમમાં ઉપલબ્ધ સુવિધાઓ અને શાહી સ્નાનને કારણે રૂમની કિંમત વધી શકે છે. બુકિંગ દરમિયાન તમારે જણાવવું પડશે કે તમને કયા પ્રકારનો રૂમ જોઈએ છે, જેના આધારે તમને ચૂકવણી કરવાનું કહેવામાં આવશે.


Mahakumbh 2025: કઇ રીતે બને છે નાગા સંન્યાસી ? જાણી લો તેમના જન્મથી લઇને મૃત્યુ સુધીની કઠોર તપસ્યા વિશે