Maharashtra Road Accident: મહારાષ્ટ્રના ધુલે જિલ્લાના શિરપુર તાલુકામાં એક ભયાનક માર્ગ અકસ્માતના સમાચાર છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, એક બેકાબૂ કન્ટેનર ટ્રકે પહેલા ચાર વાહનોને ટક્કર મારી હતી અને ત્યાર બાદ તે હાઈવે પરની એક હોટલમાં ઘુસી ગઈ. આ ગમખ્વાર અકસ્માતમાં 10 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે 20 થી વધુ લોકો ઘાયલ થયા છે. હજી મૃતાંક વધી શકે છે.
માહિતી મળતાની સાથે જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ત્યાં હાજર લોકોની મદદથી ઘાયલોને બહાર કાઢ્યા હતા. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતાં.
મહારાષ્ટ્રના ધુલેમાં એક મોટી દુર્ઘટનાના સમાચાર છે. પ્રાપ્ત માહિતી અનુસાર, મુંબઈ-આગ્રા હાઈવે પર બ્રેક ફેઈલ થવાના કારણે એક ટ્રક ઢાબામાં ઘુસી ગઈ હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મુસાફરો હોટલમાં રોકાયા બાદ ભોજન કરી રહ્યા હતા. સ્થળ પર હાજર લોકોના જણાવ્યા અનુસાર, જે ટ્રક ખૂબ જ ઝડપભેર જઈ રહી હતી દોડી રહી હતી તે અચાનક જ કાબુ થઈ જતા હોટલમાં જ ઘૂસી ગઈ હતી. જેના કારણે મુસાફરોમાં હોબાળો મચી ગયો હતો.
આજે મંગળવારે સવારે બનેલી આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 10 લોકોના મોત થયા છે, જ્યારે 20થી વધુ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. તમામ ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર મૃતકોની સંખ્યા વધી શકે છે.
પોલીસના જણાવ્યા અનુસાર મુંબઈથી 300 કિમી દૂર ધુલે જિલ્લાના પલાસનેર ગામ પાસે સવારે 10 વાગ્યે આ અકસ્માત થયો હતો. ટ્રકની બ્રેક ફેઈલ થઈ ગઈ હતી જેના કારણે તે કાબૂ બહાર જતી રહે હતી. પોલીસે જણાવ્યું હતું કે, પહેલા ટ્રકે પાછળથી બે મોટરસાઈકલ, એક કાર અને બીજી ટ્રકને ટક્કર મારી હતી. ત્યાર બાદ તે હાઈવે પર બસ સ્ટોપ પાસેના ઢાબામાં ઘૂસી ગઈ હતી.
આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કે એક ઝડપી ટ્રક તેની સામેથી કારને ટક્કર મારીને રોડની બાજુના ઢાબામાં ઘુસી જાય છે. પીડિતોમાં બસ સ્ટોપ પર બસની રાહ જોઈ રહેલા કેટલાક લોકોનો પણ સમાવેશ થાય છે. ઢાબામાં ભીડ હતી. જેના કારણે જાનમાલનું ઘણું નુકસાન થયું છે. અકસ્માતમાં ઢાબા સંપૂર્ણ રીતે ધરાશાયી થઈ ગયો હતો.