મુંબઈ: દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા સતત વધી રહી છે. ભારતમાં સંક્રમિત લોકોની સંખ્યા 863 થઈ ગઈ છે. જેમાંથી 17 લોકોના મોત થયા છે મહારાષ્ટ્રમાં પણ કોરોના ઝડપથી ફેલાઈ રહ્યો છે. અહીં અત્યાર સુધી 157 લોકો વાયરસની ઝપેટમાં આવી ગયા છે. કોલ્હાપુરમાં એક જ પરિવારના 12 લોકો કોરોના સંક્રમણનો ભોગ બન્યા છે.


મીડિયા રિપોર્ટ પ્રમાણે, સાંગલી જિલ્લાના ઈસ્લામપુર ગામમાં રહેતા એક પરિવારના 12 લોકો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. આ ચારેય સભ્યો સાઉદી અરેબિયાથી હજ પરતથી ફર્યા બાદ આઈસોલેશનમાં રાખવામાં આવ્યા હતા. સૌથી પહેલા 23 માર્ચે 4 સભ્યોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેના બાદ પરિવારના વધુ પાંચ સભ્યોનું કોરોના ટેસ્ટ કરાવ્યું હતું. આ તમામ સંક્રમિત હોવાનું સામે આવ્યું હતું.

તેના બાદ મેડિકલ ટીમની પરિવારના વધુ ત્રણ લોકોનું ટેસ્ટ કર્યું. આ રીતે એકજ પરિવારના 12 લોકો આ ખતરનાક વાયરસની ઝપેટમાં આવી જતા ખળભળાટ મચી ગયો છે. ચાર સભ્યોના કારણે અન્ય 17 લોકોને પણ ચેપ લાગ્યો હોવાનું સામે આવ્યું છે.

કેરળ બાદ મહારાષ્ટ્રમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સૌથી વધુ દર્દીઓ છે. અહીં 157 લોકો કોરોના પોઝિટિવ છે. જ્યારે અત્યાર સુધી 4નાં મોત થઈ ચુક્યા છે.