મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી 2024 માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે. 20 નવેમ્બરે રાજ્યની તમામ 288 બેઠકો માટે એક જ તબક્કામાં એક સાથે મતદાન થયું હતું. રાજ્યમાં મુખ્ય હરીફાઈ ભાજપ, શિવસેના અને NCPના ગઠબંધન 'મહાયુતિ' અને કૉંગ્રેસના  મહાવિકાસ અઘાડી શિવસેના (UBT) અને NCP (શરદ ચંદ્ર પવાર) વચ્ચે છે. બંને ગઠબંધન ચૂંટણીમાં પોતપોતાની જીતનો દાવો કરી રહ્યા છે,હવે વંચિત બહુજન અઘાડી (VBA)ના વડા પ્રકાશ આંબેડકરે પણ જાહેર કર્યું છે કે તેઓ ચૂંટણી પરિણામો પછી કયા ગઠબંધનને સમર્થન આપશે.







અમે સત્તામાં રહેવાનું પસંદ કરીશું - પ્રકાશ આંબેડકર 


વંચિત બહુજન અઘાડીના વડા પ્રકાશ આંબેડકરે શુક્રવારે કહ્યું હતું કે જો તેમની પાર્ટીને ચૂંટણી પરિણામો પછી જરૂરી સંખ્યામાં બેઠકો મળશે, તો તેઓ તે પક્ષ સાથે જશે જે સરકાર બનાવી શકે છે. એક્સ પર એક પોસ્ટમાં તેમણે આ માહિતી આપી હતી. 


200 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખવામાં આવ્યા છે 


મહારાષ્ટ્રમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં વંચિત બહુજન અઘાડી (VBA) એ 200 બેઠકો પર તેમના ઉમેદવારો ઉભા રાખ્યા છે. તમને જણાવી દઈએ કે અગાઉ વર્ષ 2019માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં VBAએ 236 બેઠકો પર ચૂંટણી લડી હતી. જોકે, તે પોતાનું ખાતું પણ ખોલાવી શકી નહોતી. જો કે, પાર્ટી જે સીટો પર ચૂંટણી લડી હતી ત્યાં તેની વોટ ટકાવારી 5.5 ટકા હતી.


ચર્ચામાં નાના પક્ષો અને અપક્ષ ઉમેદવારો 


વાસ્તવમાં આ વખતે બંને ગઠબંધનના ઘટક પક્ષો વચ્ચે સ્પર્ધા છે, પરંતુ આ વખતે અનેક નાના પક્ષો અને અપક્ષ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં હોવાના કારણે રાજ્યના રાજકારણમાં નવા સમીકરણો રચાતા જોવા મળી રહ્યા છે. આવી સ્થિતિમાં હવે ચર્ચા એ છે કે આ નાના પક્ષો અને અપક્ષ ઉમેદવારો કોને સમર્થન આપશે ?


જ્યારે વંચિત બહુજન અઘાડીની વાત કરી એ તો આ પાર્ટી દલિતો અને પછાત વર્ગના હિતની વાત કરે છે. વંચિત બહુજન આઘાડીની તાકાત ખાસ કરીને મુંબઈ, નાસિક અને મરાઠવાડા વિસ્તારમાં જોઈ શકાય છે. આ પાર્ટીના વડા પ્રકાશ આંબેડકરનો દાવો છે કે તેમની પાર્ટી રાજ્યના સામાજિક અને આર્થિક રીતે નબળા વર્ગનો અવાજ બનશે.   


Maharashtra Exit Polls: મહારાષ્ટ્રમાં મહાયુતિ કે MVA,કોને આંચકો,કોની સરકાર? એક્ઝિટ પોલમાં જનતાનો મૂડ થયો સ્પષ્ટ