મુંબઇઃ મહારાષ્ટ્રમાં આજે ઉદ્વવ ઠાકરે સરકારના કેબિનેટનું વિસ્તરણ થયું હતું. આ મંત્રીમંડળના વિસ્તરણમાં ત્રણેય પાર્ટીઓના કુલ 36 ધારાસભ્યોએ મંત્રીપદના શપથ ગ્રહણ કર્યા હતા. એનસીપી નેતા અજિત પવારને રાજ્યના ઉપમુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. અજિત પવારે ડેપ્યૂટી સીએમ પદના શપથ ગ્રહણ કર્યા છે. દોઢ મહિનામાં અજિત પવારે બીજી વખત ડેપ્યુટી સીએમના શપથ લીધા છે.


શપથ ગ્રહણ સમારોહ દરમિયાન વિવાદ થયો હતો. કોંગ્રેસના ધારાસભ્ય કે.સી. પાડવીએ શપથ લેતી વખતે તેમના તરફથી કેટલીક લાઇનો ઉમેરી દીધી હતી. જેને લઈ રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી નારાજ થયા હતા. તેમણે તરત કે.સી. પાડવીને ફટકાર લગાવતાં કહ્યું કે, જે લખ્યું છે તે જ વાંચો. આ પછી રાજ્યપાલે ફરી વખત તેમને શપથ લેવડાવ્યા હતા.


એનસીપી નેતા અજિત પવારે ઠાકરે સરકારમાં ઉપ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. આ પહેલા તેણે ચૂંટણી પરિણામ બાદ એનસીપીમાંથી બળવો કરીને ભાજપ સાથે હાથ મિલાવી લીધા હતા અને 23 નવેમ્બરે ઉપ મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. જોકે 26 નવેમ્બરે તેમણે રાજીનામું આપી દીધું હતું. માત્ર ત્રણ દિવસમાં ફડણવીસ સરકાર પડી ગઈ હતી.

કેબિનેટ મંત્રી
અજિત પવાર,ઉપમુંખ્યમંત્રી, આદિત્ય ઠાકરે (શિવસેના), અશોક ચૌહાણ, કેબિનેટ મંત્રી (કોંગ્રેસ), દિલીપ વલ્સે પાટિલ, કેબિનેટ મંત્રી (NCP), ધનંજય મુંડે, કેબિનેટ મંત્રી (NCP), વિજય વડેટ્ટીવાર, કેબિનેટ મંત્રી (કોંગ્રેસ), અનિલ દેશમુખ, કેબિનેટ મંત્રી (NCP),હસન મશ્રીફ, કેબિનેટ મંત્રી (NCP),વર્ષા ગાયકવાડ, કેબિનેટ મંત્રી (કોંગ્રેસ),રાજેન્દ્ર શિંગણે, કેબિનેટ મંત્રી (NCP),નવાબ મલિક, કેબિનેટ મંત્રી (NCP),રાજેશ ટોપે, કેબિનેટ મંત્રી (NCP),કેદાર સુનીલ છત્રપાલ, કેબિનેટ મંત્રી (કોંગ્રેસ),સંજય રાઠોડ, કેબિનેટ મંત્રી (શિવસેના),ગુલાબ રાવ પાટીલ, કેબિનેટ મંત્રી (શિવસેના),અમિત દેશમુખ, કેબિનેટ મંત્રી (કોંગ્રેસ),ભૂસે દાદાજી, કેબિનેટ મંત્રી (શિવસેના),જિતેન્દ્ર આવ્હાડ, કેબિનેટ મંત્રી (શિવસેના),સંદીપન ભૂમરે, કેબિનેટ મંત્રી (શિવસેના),બાલાસાહેબ પાટિલ, કેબિનેટ મંત્રી (NCP), યશોમતિ ઠાકુર, કેબિનેટ મંત્રી (કોંગ્રેસ) કેબિનેટ મંત્રી પદના શપથ લીધા હતા. અનિલ પરબ કેબિનેટ મંત્રી શિવસેના, ઉદય સામંત કેબિનેટ મંત્રી શિવસેના, કેસી પાડવી કેબિનેટ મંત્રી (કૉંગ્રેસ), શંકર રાવ ગડાખ કેબિનેટ મંત્રી અપક્ષ (શિવસેના સમર્થિત), અસલમ શેખ કેબિનેટ મંત્રી (કૉંગ્રેસ), આદિત્ય ઠાકરે (શિવસેના)

રાજ્યકક્ષાના મંત્રી
10 ધારાસભ્યોએ રાજ્યકક્ષાના મંત્રી તરીકેના શપથ લીધા હતા. અબ્દુલ સત્તાર, બંટી પાટિલ, શંભૂરાજ દેસાઇ, બચ્ચૂ કડૂ, વિશ્વજીત કદમ, દત્તાત્રેય ભરણે, અદિતિ તટકરે, સંજય બનસોન્ડે, પ્રાણક્ત તનપુરે, રાજેન્દ્ર પાટિલે રાજ્યમંત્રીના શપથ લીધા હતા.