Maharashtra Assembly Election 2024 Exit Poll: મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે અને હવે તમામ એક્ઝિટ પોલ બાદ સટ્ટા બજારના આંકડા પણ સામે આવ્યા છે. મુંબઈ અને ફલોદી સટ્ટા બજારના આંકડાઓએ રાજ્યના ચૂંટણી માહોલને વધુ રસપ્રદ બનાવી દીધો છે. મુંબઈ સટ્ટા બજાર અનુસાર, રાજ્યમાં મહાયુતી (ભાજપના નેતૃત્વવાળું ગઠબંધન) એકવાર ફરી સત્તામાં પાછી ફરી શકે છે.
સટ્ટા બજાર મુજબ મુખ્યમંત્રી બનવાની દોડમાં દેવેન્દ્ર ફડણવીસ સૌથી આગળ છે. મુંબઈ સટ્ટા બજાર અનુસાર, ભાજપ 90થી 95 બેઠકો સાથે સૌથી મોટો પક્ષ બનવાની સંભાવના છે. એકનાથ શિંદેની શિવસેનાને 35થી 40 બેઠક મળવાનો અંદાજ છે. જ્યારે અજિત પવારની NCPને પણ 10થી 15 બેઠકો મળી શકે છે.
ફલોદી સટ્ટા બજારનો અંદાજ
ફલોદી સટ્ટા બજારે પણ મહાયુતીને આગળ બતાવી છે. મહાયુતીને 144થી 152 બેઠકો મળી શકે છે, જે બહુમતી (144)ના આંકડાને સ્પર્શી શકે છે. જ્યારે મહા વિકાસ અઘાડી (MVA)ને કડક ટક્કર આપતી બતાવવામાં આવી છે. મુખ્યમંત્રી પદની રેસની વાત કરીએ તો સૌથી વધુ ભાજપ નેતા દેવેન્દ્ર ફડણવીસ પર 57 પૈસાનો ભાવ લગાવવામાં આવ્યો છે. સટ્ટા બજાર મુજબ, હાલમાં CM બનવાની દોડમાં ફડણવીસ સૌથી આગળ છે.
તમામ એક્ઝિટ પોલમાં NDAને સ્પષ્ટ બહુમતી
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીઓના એક્ઝિટ પોલના આંકડા ચૂંટણી રાજકારણ પર સ્પષ્ટ સંકેત આપી રહ્યા છે. મહારાષ્ટ્રમાં ભાજપના નેતૃત્વવાળી મહાયુતી (ભાજપ + અજિત પવાર જૂથ + એકનાથ શિંદે જૂથ)ને સ્પષ્ટ બહુમતી મળવાની આગાહી કરવામાં આવી રહી છે. 5 અલગ અલગ એક્ઝિટ પોલ મુજબ, મહાયુતી 150થી 195 બેઠકો પર જીત નોંધાવતી દેખાઈ રહી છે. પીપલ્સ પલ્સના એક્ઝિટ પોલ NDA માટે સ્પષ્ટ બહુમતી તરફ ઈશારો કરી રહ્યા છે. જણાવી દઈએ કે ચૂંટણી પરિણામ શનિવાર (23 નવેમ્બર)ના રોજ જાહેર કરવામાં આવશે, પરંતુ સટ્ટા બજારના વલણોએ પરિણામો પહેલા અટકળોનું બજાર ગરમ કરી દીધું છે.
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી એક્ઝિટ પોલ
એજન્સી | ભાજપ+ | કોંગ્રેસ+ | અન્ય |
Peoples Pulse | 175-195 | 85-112 | 7-12 |
ચાણક્ય | 152-160 | 130-138 | 8-10 |
P marq | 137-157 | 126-146 | 2-8 |
News 18- મેટ્રિઝ | 150-170 | 110-130 | 8-10 |
Poll Diary | 122-186 | 69-121 | 12-29 |
ભાસ્કર રિપોર્ટ્સ પોલ | 125-140 | 135-150 | 20-25 |
ઈલેક્ટોરલ એજ | 118 | 150 | 20 |
રિપબ્લિક | 137-157 | 126-146 | 2-8 |
લોકશાહી મરાઠી રૂદ્ર | 128-142 | 125-140 | 18-23 |
એસએસ ગ્રુપ | 127-135 | 147-155 | 10-13 |
આ પણ વાંચોઃ