Maharashtra Vidhan Sabha Chunav 2024: મહારાષ્ટ્ર BJPના નેતા નિશિકાંત ભોસલે પાટીલ અને પૂર્વ BJP સાંસદ સંજયકાકા પાટીલ આગામી ચૂંટણીઓ પહેલાં આજે શુક્રવારે (25 ઓક્ટોબર) નાયબ મુખ્યમંત્રી અજીત પવારની હાજરીમાં NCPમાં જોડાયા. તે પછી તરત જ પાર્ટીએ નિશિકાંત ભોસલે પાટીલને ઇસ્લામપુર અને સંજયકાકા પાટીલને તાસગાંવ કવઠે મહાકાલ વિધાનસભા બેઠક પરથી પોતાના ઉમેદવાર બનાવી દીધા.
NCPમાં જોડાયા બાદ પૂર્વ BJP સાંસદ સંજયકાકા પાટીલે કહ્યું, "NCP મહાયુતિનો ભાગ છે. અમારા જિલ્લાની તાસગાંવ કવઠે મહાકાલ સહિત બે વિધાનસભા બેઠક NCPને મળી હતી. જ્યારે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી મારે લડવાની હતી ત્યારે હું NCPમાં જોડાઈ ગયો."
નિશિકાંત ભોસલેએ શું કહ્યું?
BJP નેતા નિશિકાંત ભોસલે પાટીલે NCPમાં જોડાયા બાદ કહ્યું, "હું આજે અમારા નેતા દેવેન્દ્ર ફડણવીસના નિર્દેશ પર NCPમાં જોડાયો છું. ઇસ્લામપુર વિધાનસભા બેઠક NCPના ફાળે જવાના કારણે મારે BJPથી NCPમાં જવું પડ્યું. હું ઇસ્લામપુર બેઠક પરથી NCPની ટિકીટ પર ચૂંટણી જીતીશ."
આજે NCPની બીજી યાદી જાહેર
જણાવી દઈએ કે અજીત પવારની પાર્ટી NCPએ આજે શુક્રવારે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. આમાં સાત ઉમેદવારોના નામ સામેલ છે, જ્યારે આ પહેલાં બુધવારે પાર્ટીએ 38 ઉમેદવારોની પોતાની પહેલી યાદી જાહેર કરી હતી. આમાં નાયબ મુખ્યમંત્રી અજીત પવાર (બારામતી) સહિત અનેક નેતાઓના નામ સામેલ હતા.
આ પણ વાંચોઃ
Watch: 'પૂરી દુનિયા ઇસ્લામ ન સ્વીકારે તો...', સાંસદ પપ્પુ યાદવનો વીડિયો વાયરલ