Maharashtra Floor Test : મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ ઓશ્યારીએ સરકારને આવતી કાલે વિશેષ સત્ર બોલાવી ફ્લોર ટેસ્ટ કરવાનો આદેશ કર્યો છે. આ આદેશને શિવ સેનાએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. શિવ સેનાની અરજી સુપ્રીમ કોર્ટે ગ્રાહ્ય રાખી છે અને આ અરજી પર સુપ્રીમ કોર્ટમાં સાંજે 5 વાગ્યે સુનાવણી થશે.
મહારાષ્ટ્રની રાજનીતિને લઈને અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ આવતી કાલે ફ્લોર ટેસ્ટનો આદેશ આપ્યો છે. આવતી કાલે ફ્લોર ટેસ્ટ સમયે શિંદે ગ્રુપ હાજર રહેશે. ગઈ કાલે પૂર્વ સીએમ અને વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis) ઘણા ધારાસભ્યો સાથે રાજભવન પહોંચ્યા હતા. તેમની સાથે ધારાસભ્ય ચંદ્રકાંત પાટીલ, ગિરીશ મહાજન અને અન્ય નેતાઓ પણ હતા. તેમણે રાજ્યપાલની સામે ફ્લોર ટેસ્ટની માંગ ઉઠાવી હતી. અગાઉ દેવેન્દ્ર ફડણવીસ દિલ્હી ગયા હતા જ્યાં તેમણે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને ભાજપ(BJP)ના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા (JP Nadda) સાથે મુલાકાત કરી હતી.
તમને જણાવી દઈએ કે રાજ્યની રાજકીય સ્થિતિ પર ચર્ચા કરવા માટે છેલ્લા બે દિવસ બીજેપીના મહારાષ્ટ્ર યુનિટની કોર કમિટીની બેઠક યોજાઈ હતી. ત્યાર બાદ દેવેન્દ્ર ફડણવીસ આજે દિલ્હી ગયા હતા. દિલ્હીમાં તેઓ અગાઉ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને મળ્યા હતા. સરકારની રચનાને લઈને બંને નેતાઓ વચ્ચે વાતચીત થઈ હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર મહારાષ્ટ્રમાં સરકાર બન્યા બાદ આ બેઠકમાં ભાજપના ક્વોટાના મંત્રીઓ અંગે પણ ચર્ચા કરવામાં આવી છે.
જો સરકાર બનશે તો BJPના CM હશેઃ
સૂત્રોએ જણાવ્યું કે જો સરકાર બનશે તો મુખ્યમંત્રી ભાજપના જ હશે અને ભાજપના સીએમ સહિત કુલ 28 મંત્રીઓ હશે. ગૃહમંત્રી સમક્ષ કેબિનેટની ફોર્મ્યુલા અંગે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ દરમિયાન કેન્દ્રીય મંત્રી અમિત શાહે કલંકિત થયેલા લોકોને સરકારમાંથી બહાર રાખવાની વાત કરી હતી. ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહે કહ્યું કે, દરેક કાયદાકીય દાવપેચનો જવાબ કાયદાકીય રણનીતિમાં છુપાયેલો છે. શાહને મળ્યા પહેલા ફડણવીસે બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા સાથે પણ મુલાકાત કરી હતી. બંને વચ્ચે લગભગ એક કલાક સુધી મુલાકાત ચાલી હતી.
મહારાષ્ટ્રમાં વર્તમાન રાજકીય પરિસ્થિતિ શું છે?
મહારાષ્ટ્રમાં શિવસેના અને શિવસેનાના નેતા એકનાથ શિંદેની આગેવાની હેઠળના જૂથ વચ્ચેની ખેંચતાણ દેશની સર્વોચ્ચ અદાલતના દરવાજે પહોંચી ગઈ છે. જેના પર સુપ્રીમ કોર્ટે સોમવારે સુનાવણી કરતા શિંદે જૂથને રાહત આપી હતી. મહારાષ્ટ્ર વિધાનસભાના ઉપાધ્યક્ષ દ્વારા જાહેર કરાયેલી નોટિસમાં કોર્ટે શિવસેનાના નેતા એકનાથ શિંદે અને અન્ય ધારાસભ્યો સમક્ષ હાજર થવાનો સમય 12 જુલાઈના રોજ સાંજે 5.30 વાગ્યા સુધી લંબાવ્યો હતો