મુંબઈઃ દેશમાં કોરોનાનું કિડીયારું ઉભરાયું છે. આ દરમિયાન સૌથી ખરાબ હાલત મહારાષ્ટ્રની છે. મહારાષ્ટ્રમાં કોરોના પર કાબુ મેળવવા હાલ નિયંત્રણ સાથેનું લોકડાઉન અમલી છે. આ લોકડાઉનને 31 મે સુધી લંબાવવામાં આવી શકે છે. મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ જણાવ્યું, કોવિડ-19 લોકડાઉન 15 મે બાદ પણ લંબાવવામાં આવી શકે છે.
રાજ્યમાં લોકડાઉન અમલી હોવા છતાં 50 થી 60 હજાર વચ્ચે કેસ આવી રહ્યા છે. મહારાષ્ટ્રમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 6,18,070 છે. જ્યારે 44,07,818 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. 75,849 લોકોના કોરોનાથી મોત થયા છે.
એક્ટિવ કેસ 37 લાખને પાર
દેશમાં એક્ટિવ કેસનો આંકડો 37 લાખને પાર થઈ ગયો છે. છેલ્લા કેટલાક દિવસથી પોઝિટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે અને તેની સરખામણીએ કોવિડ-19 (COVID-19)ના દર્દીઓના સાજા થવાનો દર ઘટી રહ્યો છે.
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 3,66,161 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 3754 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,53,818 લોકો ઠીક પણ થયા છે.
- કુલ કેસ- બે કરોડ 26 લાખ 62 હજાર 575
- કુલ ડિસ્ચાર્જ- એક કરોડ 86 લાખ 71 હજાર 122
- કુલ એક્ટિવ કેસ - 37 લાખ 45 હજાર 237
- કુલ મોત - 2 લાખ 46 હજાર 116
છેલ્લા 9 દિવસમાં નોંધાયેલા કેસ અને મોત
| તારીખ | કેસ | મોત |
| 9 મે | 4,03,738 | 4092 |
| 8 મે | 4,07,078 | 4187 |
| 7 મે | 4,14,188 | 3915 |
| 6 મે | 4,12,262 | 3980 |
| 5 મે | 3,82,315 | 3780 |
| 4 મે | 3,57,299 | 3449 |
| 3 મે | 3,68,147 | 3417 |
| 2 મે | 3,92,498 | 3689 |
| 1 મે | 4,01,993 | 3523 |
17 કરોડથી વધારેને રસી અપાઈ
દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 17 કરોડ 01 લાખ 76 હજાર 603 ડોઝ આપવામાં આવ્યા છે.
આ રાજ્યોમાં એક્ટિવ કેસ એક લાખથી વધુ
સ્વાસ્થ્ય મંત્રાલય પ્રમાણે મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, કેરળ, રાજસ્થાન, કર્ણાટક, છત્તીસગઢ, ગુજરાત અને તમિલનાડુ એવા રાજ્ય છે જ્યાં 1 લાખથી વધુ એક્ટિવ કેસ છે.