Ramdas Athawale on Maharashtra Politics: મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેના બળવાના કારણે મહાવિકાસ આઘાડી સરકાર પર સંકટના વાદળો ઘેરાઈ રહ્યા છે. ઉદ્ધવ ઠાકરે સંગઠન અને સરકારને બચાવવાના પ્રયાસમાં વ્યસ્ત છે. દરમિયાન, ભાજપ અને તેમના સહયોગીઓની નજર પણ આ સમગ્ર ઘટનાક્રમ પર છે. કેન્દ્રીય મંત્રી અને રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયાના પ્રમુખ રામદાસ અઠાવલે (Ramdas Athawale) અને ભાજપ(BJP)ના કેટલાક નેતાઓ આજે દેવેન્દ્ર ફડણવીસ(Devendra Fadnavis)ને મુંબઈમાં તેમના નિવાસસ્થાને મળ્યા હતા.



કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલેએ કહ્યું કે મેં દેવેન્દ્ર ફડણવીસ સાથે વાત કરી છે, તેમણે કહ્યું કે અમારે શિવસેનામાં આંતરકલહ સાથે કોઈ લેવાદેવા નથી. ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે પોતાની વચ્ચેના વિવાદનો ઉકેલ લાવશે, અમારે તેની સાથે કોઈ લેવાદેવા નથી. અમે રાહ જોઈ રહ્યા છીએ અને  જોઈ રહ્યા છીએ.


મહારાષ્ટ્રમાં સરકાર રચવા અંગે અઠાવલેએ શું કહ્યું?


કેન્દ્રીય મંત્રી અને રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયાના પ્રમુખ રામદાસ અઠાવલે(Ramdas Athawale) અને ભાજપના કેટલાક નેતાઓ આજે દેવેન્દ્ર ફડણવીસને મુંબઈમાં તેમના નિવાસસ્થાને મળ્યા હતા. રામદાસ આઠવલેએ કહ્યું કે અમે સરકાર બનાવવાનું વિચાર્યું નથી. આવનારા સમયમાં શું થાય છે તે જોઈશું. શરદ પવાર, અજિત પવાર, ઉદ્ધવ ઠાકરે, સંજય રાઉતના એમ કહેવા પર કે બહુમતી બતાવીશું તેના સવાલ પર તેમણે કહ્યું કે આટલા ધારાસભ્યો તમને છોડીને ચાલ્યા ગયા છે. શિવસેનામાંથી 37 અને 7-8 અપક્ષ વિધાનસભ્યો છોડીને જતા રહ્યા છે, તો તમે બહુમત વિશે આવું કેવી રીતે કહી શકો ?


શું ઉદ્ધવ ઠાકરે સરકારનો સમય પૂરો થવા આવ્યો છે?


આ પહેલા શુક્રવારે રામદાસ આઠવલેએ મહારાષ્ટ્રની રાજકીય ઉથલપાથલ(Maharashtra Political Crisis)  વિશે કહ્યું હતું કે ઉદ્ધવ ઠાકરેનો સમય પૂરો થઈ ગયો છે. મોટાભાગના ધારાસભ્યો એકનાથ શિંદેની સાથે જશે અને તેઓ ભાજપ સાથે મળીને સરકાર બનાવશે. બીજી તરફ શિવસેનાના સાંસદ સંજય રાઉતે પોતાની પાર્ટીમાં બળવાના પ્રશ્નો પર સલાહ આપતા કહ્યું છે કે દેવેન્દ્ર ફડણવીસે આ રાજકીય સંકટમાં પોતાને સામેલ ન કરવા જોઈએ.