Maharashtra Political Crisis: ખુરશી પરના સંકટ વચ્ચે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray)એ દાવો કર્યો છે કે ગુવાહાટીમાં હાજર ઘણા ધારાસભ્યો તેમના સંપર્કમાં છે. તેમણે કહ્યું, “તમે (બળવાખોર ધારાસભ્યો) થોડા દિવસોથી ગુવાહાટીમાં ફસાયેલા છો. તમારા વિશે દરરોજ નવી માહિતી સામે આવી રહી છે, તમારામાંથી ઘણા લોકો સંપર્કમાં પણ છે. તમે હજી પણ દિલથી શિવસેનામાં છો.
શિવસેના પ્રમુખે વધુમાં કહ્યું, "તમારા કેટલાક ધારાસભ્યોના પરિવારના સભ્યોએ પણ મારો સંપર્ક કર્યો છે અને તેમની લાગણીઓ મને જણાવી છે. શિવસેના પરિવારના વડા તરીકે હું તમારી ભાવનાઓનું સન્માન કરું છું. તમે મારી સામે બેસો, શિવસૈનિકો અને લોકોના મનમાં જે ભ્રમ છે તેને દૂર કરો, તેમાંથી ચોક્કસ રસ્તો નીકળશે, આપણે સાથે બેસીને રસ્તો શોધીશું.
'મને હજુ પણ તારી ચિંતા છે'
ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે કોઈની ભૂલોની જાળમાં ફસાશો નહીં, શિવસેનાએ તમને જે સન્માન આપ્યું છે તે ક્યાંય નહી મળે. આગળ આવીને બોલશો તો રસ્તો નિકળશે. શિવસેના પક્ષના વડા અને પરિવારના વડા તરીકે મને હજુ પણ તમારી ચિંતા છે.
30 જૂને પ્રહાર પાર્ટીના 2 MLA 'ઉદ્ધવ સરકાર' સામે લાવી શકે છે અવિશ્વાસ પ્રસ્તાવ
મહારાષ્ટ્રમાં પાછલા ઘણા દિવસોથી રાજનીતિક ગતિવિધિઓ તેજ થઈ રહી છે. હવે અહીં એક મોટો રાજનીતિક વળાંક આવવાની તૈયારીઓ થઈ ચુકી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, 30 જૂનના દિવસે પ્રહાર પાર્ટીના (Prahar Party) 2 ધારાસભ્યો મહા વિકાસ આઘાડી સરકાર (MVA Government) સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવી શકે છે. ત્યારે હવે મહારાષ્ટ્રની રાજનીતિ માટે આગળના 2 દિવસ ખુબ જ મહત્વપૂર્ણ સાબિત થશે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ પ્રહાર પાર્ટીએ આ બાબતે રાજભવન પાસે સમય માંગવાની તૈયારી પણ કરી લીધી છે. મહત્વનું છે કે, હાલ પ્રહાર પાર્ટીના આ બંને ધારાસભ્યો હાલ શિંદે જૂથ સાથે ગુવાહાટીમાં છે.
આ સાથે જ સૂત્રોનું કહેવું છે કે, એકનાથ શિંદેના નેતૃત્વમાં ભાજપા અને શિવસેનાના બળવાખોર ધારાસભ્યો મહારાષ્ટ્રમાં આગળની સરકાર બનાવી શકે છે. સૂત્રોએ જણાવ્યું કે, નેતાઓ આગળની સરકારના ગઠન માટેના નિયમો અંગે પહેલાં જ ચર્ચા કરી ચુક્યા છે. કેબિનેટમાં ભાજપના 28 મંત્રી હશે જેમાં 26 મંત્રી શપથ લેશે. જ્યારે કેબિનેટમાં શિંદે જૂથના 12 મંત્રી હશે. જેમાં 10 મંત્રીઓ શપથ લેશે. 6 ધારાસભ્યએ એક મંત્રી પદ મળશે તેવું પણ નક્કી થઈ ગયું હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, આ બધા રાજકીય ડ્રામા વચ્ચે દેવેન્દ્ર ફડણવીસ આજે મુંબઈથી દિલ્હી પહોંચી ગયા છે.