મુંબઈ: ગયા વર્ષના અંતમાં મહારાષ્ટ્રમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિને પ્રચંડ બહુમતી મળી હતી. આ બહુમતી કેટલી મજબૂત હતી તેનો અંદાજ એ હકીકત પરથી લગાવી શકાય છે કે મહાયુતિના ત્રણ પક્ષોએ મહારાષ્ટ્ર વિધાનસભાની 288માંથી 235 બેઠકો કબજે કરી હતી. એટલે કે લગભગ 81 ટકા બેઠકો ભાજપના નેતૃત્વમાં ગઠબંધનને મળી હતી. આવી સ્થિતિમાં ચૂંટણીના પરિણામો બાદ એવું માનવામાં આવી રહ્યું હતું કે મહાયુતિ સરકારમાં પરસ્પર તણાવની સ્થિતિ ઓછી થશે અને વિપક્ષની જબરદસ્ત નબળાઈને કારણે તેના માટે પૂરા પાંચ વર્ષ શાસન કરવું આસાન બની જશે. પરંતુ હવે મહારાષ્ટ્રના રાજકારણમાં હલચલ વધી ગઈ છે. કંઈક નવાજૂની થાય તેવા એંધાણ મળી રહ્યા છે.
નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેનું નિવેદન
જો કે, પરિણામો પછી તરત જ, મુખ્યમંત્રી પદને લઈને શિવસેના અને ભાજપ વચ્ચે ખટપટના અહેવાલો અને હવે વિવિધ મુદ્દાઓ પર રાજકીય નિવેદનબાજીએ મહાગઠબંધનમાં ભંગાણની અટકળોને વેગ આપ્યો છે. ખાસ કરીને નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે દ્વારા આપવામાં આવેલ તાજેતરનું નિવેદન, જેમાં તેમણે કોઈનું નામ લીધા વિના કહ્યું હતું કે મને હળવાશથી ન લો. 2022માં જ્યારે મને હળવાશથી લેવામાં આવ્યો ત્યારે મેં સરકાર બદલી.
આવી સ્થિતિમાં એ જાણવું જરૂરી છે કે આ સમયે મહારાષ્ટ્રના રાજકારણમાં શું ચાલી રહ્યું છે? 2024ની વિધાનસભાની ચૂંટણી બાદ શાસક મહાગઠબંધનમાં તણાવના અહેવાલો કેટલી વખત આવ્યા છે? આ તણાવના કારણો શું હતા? એકનાથ શિંદેના તાજેતરના નિવેદનનું કારણ અને મહત્વ શું છે? આ સિવાય આ નિવેદનના બીજા જ દિવસે વડા પ્રધાન નરેન્દ્ર મોદી એનસીપી-એસપી નેતા શરદ પવાર સાથે સ્ટેજ શેર કરીને તેમના માટે અભૂતપૂર્વ આદર દર્શાવે છે તે મહારાષ્ટ્રના રાજકારણમાં શું સૂચવે છે ?
1. મુખ્યમંત્રી-મંત્રી પદ માટે સંઘર્ષ
મહારાષ્ટ્રમાં ચૂંટણી બાદ મહાગઠબંધનમાં સૌથી મોટો મુદ્દો મુખ્યમંત્રી પદનો હતો. જયારે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી, ત્યારે મહાયુતિએ કોઈને મુખ્યમંત્રી તરીકે જાહેર કર્યા ન હતા. આવી સ્થિતિમાં એકનાથ શિંદેને લાગ્યું કે ચૂંટણી જીત્યા બાદ મહાયુતિ તેમને મુખ્યમંત્રી બનાવશે. જો કે જે રીતે ભાજપને ચૂંટણીમાં 132 સીટો મળી અને અજિત પવારની પાર્ટીએ પણ સારું પ્રદર્શન કર્યું.
આ સ્થિતિ વચ્ચે ભાજપ અને શિવસેના વચ્ચે થોડો તણાવ જોવા મળ્યો હતો. આ દરમિયાન એકનાથ શિંદે તેમના ગામ જતા રહ્યા હતા. બંને પક્ષોએ સીએમ પદને લઈને ખુલ્લેઆમ એકબીજા વિરુદ્ધ નિવેદનો આપ્યા નહોતા, પરંતુ ડેપ્યુટી સીએમ બનવા વિશે સ્પષ્ટ સંકેત ન આપવા અને શપથ લેવા માટે લાંબા સમય સુધી મુંબઈ પાછા ન આવવાથી સ્પષ્ટ હતું કે મહાયુતિમાં બધું બરાબર નથી.
ભાજપે દેવેન્દ્ર ફડણવીસને મુખ્યમંત્રી બનાવ્યા પછી, એકનાથ શિંદે ઈચ્છતા હતા કે ગૃહ મંત્રાલય તેમની પાર્ટીને આપવામાં આવે. પરંતુ ભાજપે તેમને ગૃહ મંત્રાલય પણ આપ્યું નથી. આવી સ્થિતિમાં એકનાથ શિંદેને લાગે છે કે તેઓ મહાયુતિમાં અલગ પડી રહ્યા છે. કારણ કે અજિત પવારની પાર્ટીને રાજ્યમાં ભાજપની સરકાર બનાવવા માટે પૂરતી બેઠકો મળી હતી. મતલબ કે એકનાથ શિંદે સરકારમાં ન હોય તો પણ અજિત પવારની મદદથી ભાજપ સરળતાથી સરકાર ચલાવી શકે છે.
2. જિલ્લાઓના પ્રભારી મંત્રીઓની નિમણૂકને લઈને મતભેદો
જિલ્લાઓના પ્રભારી મંત્રીઓની નિમણૂકને લઈને ભાજપ અને શિવસેના વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું છે. શિંદે જૂથ સત્તાની વહેંચણીથી અસંતુષ્ટ જણાય છે. મહારાષ્ટ્રમાં કેબિનેટ મંત્રીની જેમ જ જિલ્લાઓના પ્રભારી મંત્રી પદ માટે સ્પર્ધા છે. ગયા મહિને જ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે રાજ્યના 36 જિલ્લાના પ્રભારી મંત્રીઓની જાહેરાત કરી હતી. આ વખતે વિવાદ મુખ્યત્વે બે જિલ્લા રાયગઢ અને નાશિકમાં નિમણૂંકો પર કેન્દ્રિત હતો.
આ તારીખ સુધીમાં ગુજરાતને મળશે નવા પ્રદેશ પ્રમુખ, રાષ્ટ્રીય અધ્યક્ષ પણ બદલાશે